પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોસિનમાં ટ્રમ્પ કરતાં બિડેન આગળ નીકળી ગયા

પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોસિનમાં ટ્રમ્પ કરતાં બિડેન આગળ નીકળી ગયા

વોશિંગ્ટન

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેને ચૂંટણી જંગ મધ્યે પહોંચી ગયો છે, ત્યારે ત્રણ મહત્ત્વના કહેવાય એવા રાજ્યોમાં લીડ મેળવીને પોતાના વિજય રથનો માર્ગ કંડાર્યો હોવાનું નવા સર્વેમાં જાણવા મળે છે.

યુનિવર્સિટી ઓફ વિસ્કોસિન – યુગવ પોલ્સે સોમવારે બહાર પાડેલાં તારણો મુજબ બિડેને મિશિગનમાં ૧૦ પોઇન્ટ, પેન્સિલવેનિયામાં ૮ પોઇન્ટ અને વિસ્કોસિનમાં ૯ પોઇન્ટ મેળવી ટ્રમ્પ ઉપર બઢત મેળવી છે. આ ત્રણે સ્થળોએ ભારે સરસાઇ મળવાને કારણે બિડેનના ચૂંટણી સરેરાશમાં ઘણો ફાયદો થઇ ગયો છે.

મતદાન દિવસ સુધી બિડેન આ સરસાઇ જાળવી રાખશે તો ૨૦૧૬માં ટ્રમ્પે ધરાશાયી કરેલી ડેમોક્રેટની દીવાલ ફરી ઊભી કરી દેશે, જે ટ્રમ્પના વિજય રથને અટકાવી દેશે.

નાના પક્ષોના ઉમેદવારોનો ટેકો બિડેનને મળવા માંડયો

યુનિવર્સિટી ઓફ વિસ્કોસિન -મેડિસન રિસર્ચ ખાતેના ઇલેક્શન રિસર્ચ સેન્ટરના મતે તફાવત એ છે કે કે અનિર્ણીત મતદારો અને નાના પક્ષોના ઉમેદવારોને ટેકો આપનારાઓ આ વખતે બિડેનનો માર્ગ પ્રશિસ્ત કરતા જણાય છે.

મત આપી ચૂકેલા લોકોમાં બિડેનની સરસાઈને આંબી શકાશે ?

સર્વેક્ષણ મુજબ મતદારો જ્યાં મત આપી ચૂક્યા છે, એવા રાજ્યોમાં બિડેન સરસાઇ મેળવી ચૂક્યા છે, પરંતુ ટ્રમ્પને ટેકો આપતા રાજ્યોમાં હજુ મતદાન બાકી છે, છતાં શરૂઆતના મતમાં બિડેનની સરસાઇને આંબી શકે એટલો તફાવત નથી. પેન્સિલવેનિયામાં બિડેનની ટ્રમ્પ પરની સરરાઇ ૫૨ વિરુદ્ધ ૪૪ની છે. બીજી તરફ મૈનેમાં બિડેનના હાથમાંથી સિંગલ ઇલેક્ટ્રોલ મત ખેંચી લેવાની આશા રાખે છે. બીજી તરફ ટ્રમ્પ સિંગલ ઇલેક્ટ્રોલ મત ખેંચી લેવા માટે નેબ્રાસ્કા પણ જશે. ટ્રમ્પે એવી આગાહી કરી છે કે ગઇ ચૂંટણી કરતાં આ વખતે મોટો વિજય મેળવીશું.

પેન્સિલવેનિયામાં મત આપવા લાઇન લાગતાં મતદારોએ ડાન્સ કર્યો

ફિલાડેલ્ફિયામાં મતદારો મત આપવા માટે કલાકો સુધી લાઇનમાં રાહ જોતાં ઊભા રહ્યા હતા, પરંતુ લાઇને કારણે કંટાળો દૂર કરવા માટે કેટલાક મતદારોએ ડાન્સ કર્યો હતો. મતદાન કેન્દ્ર બહાર મત આપવા માટે લાઇનમાં ઊભા રહેલા મતદારોએ ચા ચા સ્લાઇડ ઉપર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો ટ્વિટ પર ૬૪ લાખ વખત જોવાયો હતો ! ઉપરાંત મતદાન કરવા આવેલાઓના મનોરંજન માટે કેટલાય સ્થાનિક પ્રતિભાઓએ કોન્સર્ટ શરૂ કર્યો હતો.