દર 10 માંથી 7 ભારતીયો રમે છે મોબાઈલ ગેમ, જાણો મોબાઈલ ગેમિંગમાં ભારતનો ક્રમ કયો

દર 10 માંથી 7 ભારતીયો રમે છે મોબાઈલ ગેમ, જાણો મોબાઈલ ગેમિંગમાં ભારતનો ક્રમ કયો

ભારત (India)માં દર 10માંથી 7 શહેરી ભારતીય અત્યારે કોઈ પણ ડિવાઇસ (Device) પર વિડીયો ગેમ (Video Game) અથવા મોબાઇલ ગેમ (Mobile Game) રમી રહ્યા છે અને આ દેશને દુનિયાના ટોચના 10 (Top 10 Counties) ગેમિંગ દેશો (Gamig Contries)માં લઇ જાય છે. ગુરુવારના એક નવા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. મોબાઇલ ગેમર્સે પીસી અથવા કંસોલ ગેમર્સને સ્પષ્ટ રીતે પછાડી દીધા છે, કેમકે ફક્ત 12 ટકા ભારતીય કંસોલ પર ગેમ રમે છે, જ્યારે 67 ટકા લોકો સ્માર્ટફોન અથવા ટેબલેટ પર ગેમ રમે છે.

82 ટકા લોકો એક અઠવાડિયામાં 10 કલાક ગેમ રમે છે

જો ભારતમાં કુલ ગેમ રમનારા લોકોની સંખ્યાને જોઇએ તો તેમાં 82 ટકા લોકો એક અઠવાડિયામાં 10 કલાક ગેમ રમે છે. આ ઉપરાંત 16 ટકા લોકો સૌથી વધારે ગેમ રમે છે અને તેઓ 10 કલાકથી પણ વધારે સમય સુધી ગેમ રમે છે. YouGovના વાઇટ પેપરના eGaming અને Esports: The Next Generation શીર્ષક હેઠળ ભારતમાં ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ એક ઝડપથી વધતો વ્યવસાય છે, જે પ્રતિસ્પર્ધી રમતો અને પ્રોફેશનલ ગેમિંગમાં વિકસિત થઈ રહ્યો છે. ભારતમાં સક્રિય ગેમર્સ, ગેમિંગ અને ઈસ્પોર્ટ્સ ઉદ્યોગના વધતા સમુદાયની સંખ્યામાં આવનારા વર્ષોમાં વધારો થાય તેવી સંભાવના છે.

યૂટ્યૂબ ગેમિંગ્સમાં ભારત જાગૃતતાના મામલે ત્રીજા નંબર પર

ભારતમાં ગેમ રમનારાઓના 24 સર્વે કરવામાં આવ્યા, જેનાથી મળેલા આંકડાના આધાર પર કહેવામાં આવી શકે છે કે ભારત હવે દુનિયાના ટોચના 10 ગેમિંગ દેશોમાં સામેલ છે. YouGovના ઈ-સ્પોર્ટ્સ અને ગેમિંગના ગ્લોબલ સેક્ટર હેડ નિકોલ પાઇકે કહ્યું કે, આ વર્ષે પણ હાઈલાઈટ થયું છે કે ગેમિંગ ઇકોસિસ્ટમમાં ચીજો કેટલી જલદી બદલાઈ શકે છે. આનાથી એડવર્ટાઇઝર્સ અને સ્પોન્સર્સને એ જાણવું અઘરું થઈ જાય છે કે શું, ક્યારે અને કેવી રીતે ભાગેદારીથી ગેમિંગ માટે ખર્ચ કરવો છે. ભારતમાં ગેમર્સની ટકાવારી અમેરિકા (71 ટકા) અને ઑસ્ટ્રેલિયા (71)ટકાની લગભગ બરાબર છે. યૂટ્યૂબ ગેમિંગ્સમાં ભારત જાગૃતતાના મામલે ત્રીજા નંબર પર અને એન્ગેજમેન્ટમાં પાંચમાં નંબર પર છે.