ચાણક્ય નીતિ: આ વસ્તુ ગમે તેટલી સંપત્તિ કે પૈસા આપીને પણ નથી ખરીદી શકાતી, જાણો કઈ?

ચાણક્ય નીતિ: આ વસ્તુ ગમે તેટલી સંપત્તિ કે પૈસા આપીને પણ નથી ખરીદી શકાતી, જાણો કઈ?

આચાર્ય ચાણક્યે તેમના નીતિશાસ્ત્રમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલા તમામ પાસાઓને ખૂબ જ ઉંડાણપૂર્વક સમજાવ્યા છે અને દરેક મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે. આ સિવાય ચાણક્યએ આવા ઘણા પ્રશ્નોના જવાબો આપ્યા છે, જે રોજિંદા જીવન સાથે સીધા સંબંધ ધરાવે છે અને દરકે માણસે તેના જીવનમાં ઉતારવા જોઈએ. ચાણક્યએ પોતાની નીતિશાસ્ત્રમાં વ્યક્તિ સાથે જોડાયેલી આવી જ એક વાતનો ઉલ્લેખ કર્યો છે.

ચાણક્યએ તેની નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે બુદ્ધિ એવી વસ્તુ છે જે પૈસાના આધારે ખરીદી શકાતી નથી. જો કે, બુદ્ધિના બળ પર સંપત્તિ જરૂરથી મેળવી શકાય છે અને ધારો એટલી મેળવી શકો છો. આનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ તેની બુદ્ધિ અને જ્ઞાન દ્વારા પૈસા કમાઇ શકે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ પાસે બુદ્ધિ અને જ્ઞાનનો અભાવ હોય તો તે સંપત્તિ આપીને ખરીદી શકાતું નથી.

ચાણક્યના જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિ પોતાની બુદ્ધિનો યોગ્ય રીતે ઉપયોગ કરીને સફળ જીવન જીવી શકે છે. સફળતાના શીખરે પહોંચેલા લોકોને મહેનત જરૂર કરવી પડે છે. ચાણક્ય કહે છે કે બુદ્ધિ અને વિવેકના કારણે વ્યક્તિને સમાજમાં માન સન્માન પણ મળે છે. ચાણક્યના કહેવા મુજબ જો કોઈ સમજદાર વ્યક્તિ પાસે પૈસાની તંગી હોય તો તે તેની બુદ્ધિના બળ પર સંપત્તિમાં વધારો કરી શકે છે. પરંતુ બુદ્ધિ પૈસા કે કોઈ બીજી સંપત્તિ આપીને ખરીદવી અશક્ય છે.