ખોટનો ધંધો?:અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા સી-પ્લેનમાં 14ની ક્ષમતાના 20 ફેરા, દરેકમાં સરેરાશ 10 પેસેન્જર મળ્યા

ખોટનો ધંધો?:અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા સી-પ્લેનમાં 14ની ક્ષમતાના 20 ફેરા, દરેકમાં સરેરાશ 10 પેસેન્જર મળ્યા

1થી 8 નવેમ્બર સુધીમાં 208 પેસેન્જરે મુસાફરી કરી

સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 1 નવેમ્બરથી શરૂ થયેલા સી-પ્લેને 8 નવેમ્બર સુધીમાં 20 ફેરા માર્યા છે. જેમાં કુલ 208 પેસેન્જરે મુસાફરી કરી છે. અર્થાત્ 14 પેસેન્જરની ક્ષમતા ધરાવતા સી-પ્લેનને દરેક ફેરાએ સરેરાશ 10 પેસેન્જર મળ્યા. મેઈન્ટેનન્સના કારણે સી-પ્લેનની સેવા 4 અને 5 નવેમ્બરે બંધ હતી.

રવિવારે સૌથી વધુ 56 પેસેન્જર હતા

તારીખફેરાપેસેન્જર
1 નવે.16
2 નવે.222
3 નવે.453
6 નવે.426
7 નવે.445
8 નવે.456

4-5મીએ મેઇન્ટેનન્સના કારણે પ્લેન બંધ હતું
સ્પાઈસ જેટે રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી પ્લેનના દરરોજ બે રાઉન્ડ એટલે કે ચાર ફેરા (ફ્લાઈટ)નું સંચાલન કરવાની જાહેરાત કરાઈ હતી. તે મુજબ 1 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી સી પ્લેનના 32 ફેરા થવા જોઈએ. પરંતુ વચ્ચે 4-5 નવેમ્બરે મેઈન્ટેનન્સના કારણે સી પ્લેનનું સંચાલન બંધ રખાયું હતું. પહેલા દિવસે ફક્ત એકે જ ફ્લાઈટ ઓપરેટ થઈ હતી જેમાં રિવરફ્રન્ટથી કેવડિયા સુધી 6 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જ્યારે રિટર્ન ફ્લાઈટ ખાલી આવી હતી. બીજા દિવસે એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ જેમાં રિવરફ્રન્ટથી જતી ફ્લાઈટમાં 14 પેસેન્જરોએ અને કેવડિયાથી રિટર્ન ફ્લાઈટમાં 8 પેસેન્જરોએ મુસાફરી કરી હતી.