ઠગાઈ કેસ : અમેરિકામાં ટેલિ માર્કેટિંગ ઠગાઈ મામલે ભારતીય નાગરિકને 33 મહિનાની કેદ

ઠગાઈ કેસ : અમેરિકામાં ટેલિ માર્કેટિંગ ઠગાઈ મામલે ભારતીય નાગરિકને 33 મહિનાની કેદ

ચિરાગ સચદેવને 3.29 લાખ રૂપિયાનો દંડ, અન્ય એક ભારતીયની ધરપકડ

અમેરિકાના રોડ આઈલેન્ડમાં ટેલિ માર્કેટિંગ અને બેન્ક અંગેના ઠગાઈ મામલે એક ભારતીય નાગરિકને 33 મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી છે. દોષિત ચિરાગ સચદેવએ અમેરિકામાં અનેક વૃદ્ધ લોકોના બેન્ક એકાઉન્ટના ઓનલાઈન યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને પૈસા ચોરવાના ષડયંત્રમાં સામેલ હોવાનો એકરાર કર્યો છે.

અમેરિકી અદાલતે સચદેવને 33 મહિનાની કેદ પછી મુક્ત થયા બાદ ત્રણ વર્ષ સુધી તેના પર દેખરેખ રાખવાનો પણ આદેશ આપ્યો છે. આ ઉપરાંત પીડિતોને નુકસાન ભરપાઈ પેટે 4442 ડૉલર એટલે કે 3.29 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ સંબંધિત અન્ય એક ઠગાઈ કેસમાં વધુ એક ભારતીય નાગરિક મનીષ કુમારની પણ ધરપકડ કરાઈ છે.