ડોનાલ્ડ ટ્રમ્પ તખ્તાપલટની તૈયારીમાં? પેન્ટાગનમાં ધરખમ ફેરફાર મોટા પુરાવા

ડોનાલ્ડ ટ્રમ્પ તખ્તાપલટની તૈયારીમાં? પેન્ટાગનમાં ધરખમ ફેરફાર મોટા પુરાવા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હાર માનવા તૈયાર નથી. તેઓ હજી પણ એ વાત પર અડગ છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી (US Election) માં ધાંધલધમાલ કરવામાં આવી છે. ટ્રમ્પ સતત સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રક્રિયા અને જો બાઇડેન (Joe Biden)ની જીત પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ બધાની વચ્ચે એવો અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે વિશ્વના પ્રમુખ લોકતંત્ર દેશમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તખ્તાપલટ કરવાની કોશિષમાં છે? ટ્રમ્પ પ્રશાસનની તરફથી રક્ષા વિભાગમાં મોટાપાયા પર ફેરફાર કરી રહ્યા છે. પેન્ટાગનનાં અસૈન્ય નેતૃત્વમાં ઝડપથી થઇ રહેલા ફેરફારને ચિંતાઓ વધારી દીધી છે. ટ્રમ્પ પ્રશાસનની તરફથી પેન્ટાગનના સૌથી સિનિયર ઓફિસર્સને હટાવી રહ્યા છે અને રાષ્ટ્રપતિના વફાદારોને જગ્યા આપવામાં આવી રહી છે. આની પહેલાં સોમવારના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે ડિફેન્સ સેક્રેટરી (રક્ષા મંત્રી) માર્ક એસ્પરને તેમના પદ પરથી હટાવી દીધા.

વાત એમ છે કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી તેની ઇનિંગ્સની જાહેરાત કરી નથી, તો બીજીબાજુ સત્તા બદલાવની પોતાની યોજના પર જો બાઇડેન એ આગળ વધવાનું શરૂ કરી દીધું છે. એવામાં ટ્રમ્પથી સહમતિ વ્યક્ત કરતાં અમેરિકાના નિવર્તમાન વિદેશ મંત્રી પોમ્પિયો એ કહ્યું કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે કરાશે અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પોતાના બીજા કાર્યકાળ શરૂ કરશે. આપને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાભરના કેટલાંય નેતા બાઇડેનને જીતની શુભેચ્છા પહેલાં જ પાઠવી ચૂકયા છે.

સર્વેમાં 79 ટકા લોકોએ માન્યું બાઇડેન એ ચૂંટણી જીતી

આખો ઘટનાક્રમ ત્યારે પણ સામે આવ્યો જ્યારે ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે તેઓ ચૂંટણી જીતી ચૂકયા છે અથવા તો પછી રિકાઉન્ટિંગ બાદ જીતશે. તો તેમનું એ કહેવું છે કે જો આ સિવાય કોઇપણ પરિણામ સામે આવે છે તો સીધી રીતે તે ચૂંટણીમાં ધાંધલીના સંકેત છે. તો મતદાન અધિકારીઓનું કહેવું છે ચૂંટણીમાં મોટાપાયા પર છેતરપિંડીના કોઇ પુરાવા નથી અને માત્ર ત્રણ ટકાએ કહ્યું કે ટ્રમ્પ જીતી ગયા છે. એટલે સુધી કે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ રાજ્ય સ્તરના પ્રમુખ રિપબ્લિકન અધિકારીઓનું કહેવું છે કે કોઇપણ મહત્વપૂર્ણ છેતરપિંડીના કોઇ પુરાવા નથી, જે ચૂંટણીના પરિણામોને બદલી લેશે. આ માત્ર એક વિદ્રોહ છે.

ટ્રમ્પની ભત્રીજી બોલી – તખ્તાપલટની કોશિષ

ટ્રમ્પની તરફથી તખ્તાપલટની કોશિષનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મારી ટ્રમ્પ એ ટ્વીટ કરી કે રાષ્ટ્રપતિ-ચૂંટણીમાં જો બાઇડેન ગેરકાયદે અને નિર્ણાયક રીતે જીત છે. ડોનાલ્ડ અને તેમના લોકો કેટલું પણ જુઠ્ઠાણું બોલે અને સ્પિન કરે, કંઇપણ બદલાશે નહીં. એલર્ટ રહો – આ એક તખ્તાપલટની કોશિષ છે.

24 કલાક બાદ હટાવામાં આવ્યા કેટલાંય અધિકારી

માર્ક એસ્પરને હટાવીને 24 કલાક બાદ પેન્ટાગનમાં અધિકારીઓ પર વીજળી ત્રાટકવાની શરૂ થઇ ગયું છે. ત્યારબાદ સૈન્ય નેતૃત્વ અને અસૈન્ય અધિકારીઓમાં ચિંતાનો માહોલ છે. તેમને એ વાતની ચિંતા સતાવી રહી છે કે હવે આવનારા દિવસોમાં શું થઇ શકે છે. એસ્પરના હટાવ્યા બાદથી ચાર સિનિયર અસૈન્ય ઓફિસર્સને નીકાળી ચૂકયા છે.

ઓબામાને આતંકી કહેનાર ટ્રમ્પને આપ્યું મોટું પદ

એસ્પરની સાથે તેમના ચીફ ઓફ સ્ટાફ અને એ ટોપ ઓફિશિયલ્સને નીકાળ્યા છે જે પોલિસી અને ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા મુદ્દાને જોઇ રહ્યા હતા. તેમની જગ્યાએ ટ્રમ્પના વફાદારોને લાવવામાં આવ્યા છે. એટલે સુધી કે એક એવા ઓફિશિલયને પ્રમોટ કરી દીધો છે જેના પર આતંકીઓની સાથે મળી ષડયંત્રને અંજામ આપવાનો આરોપ લાગ્યો હતો. આ ઓફિશિયલે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને એક આતંકી સુદ્ધા કહી દીધા હતા.

‘ડોનાલ્ડ ટ્રમ્પે હાર ના સ્વીકારવી શરમજનક’

અમેરિકાના નવા નિમાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન એ મંગળવારના રોજ કહ્યું કે વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સંપન્ન થયેલ ચૂંટણીમાં હાર ના સ્વીકારવી શરમજનક છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે હાર ના સ્વીકારતા સત્તાના હસ્તાંતરણની તેમની યોજના પર કોઇ અસર પડશે નહીં અને તેમને વિશ્વ નેતાઓ સાથે વાત કરવાની શરૂઆત કરી દીધી છે. પત્રકારોએ ટ્રમ્પ પર કરાયેલા એક પ્રશ્નના જવાબમાં બાઇડેન એ 20 જાન્યુઆરીએ બધું બરાબર હોવાની આશા વ્યકત કરી. અમેરિકામાં પ્રમુખ ‘મીડિયા નેટવર્ક જો બાઇડેનને ત્રણ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણીના વિજેતા જાહેરાત કરી ચૂકયા છે.’