ઓબામાનો ધડાકો, 26/11ના હુમલા બાદ પાક. સામે એક્શન લેવાથી બચતા હતા મનમોહન સિંહ

ઓબામાનો ધડાકો, 26/11ના હુમલા બાદ પાક. સામે એક્શન લેવાથી બચતા હતા મનમોહન સિંહ

અમેરિકા (America)ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)ના નવા પુસ્તકના આવવાની સાથે જ ભારતની રાજનીતિ (Indian Politics)માં પણ અનેક મુદ્દાઓ ગરમાવા લાગ્યા છે. ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં દાવો કર્યો છે કે પૂર્વ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) મુંબઈના 26/11 હુમલા બાદ પાકિસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી બચી રહ્યા હતા. જોકે આનું તેમણે રાજકીય નુકસાન ભોગવવું પડ્યું. સિંહે એ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી કે મુસ્લિમ વિરોધી ભાવના વધી રહી છે જેનાથી બીજેપી (BJP)ની તાકાત વધી રહી છે.

આધુનિક ભારતની કહાની અનેક રીતે સફળ 

ઓબામાએ પોતાના પુસ્તક A Promised Landમાં કહ્યું છે કે, ‘તેમને (મનમોહન સિંહને) ડર હતો કે દેશમાં મુખ્ય વિરોધી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની અસરથી મુસ્લિમ વિરોધી ભાવના વધી રહી છે.’ તો ઓબામાએ એ પણ કહ્યું કે, રાજકીય દળોની વચ્ચે કડવો વિવાદ, અલગ અલગ સશસ્ત્ર અલગાવવાદી આંદોલનો અને ભ્રષ્ટાચાર ઘોટાળાઓ છતા આધુનિક ભારતની કહાનીને અનેક રીતે સફળ કહી શકાય છે. અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ રહેલા ઓબામાએ હાલમાં આવેલા પોતાના પુસ્તકમાં કહ્યું છે કે, 1990ના દશકમાં ભારતની અર્થવ્યવસ્થા વધારે બજાર આધારિત થઈ, જેનાથી ભારતીયોનું અસાધારણ ઉદ્યોગ સાહસિકતાનું કૌશલ સામે આવ્યું અને આનાથી વિકાસ દર વધ્યો, ટેકનોલોજીનું ક્ષેત્ર વિસ્તર્યું અને મધ્યવર્ગ ઝડપથી વધ્યો.

લાદેનને મારવાના અભિયાન સુધીની પોતાની યાત્રાનું વિવરણ 

પુસ્તકમાં ઓબામાએ 2008ના ચૂંટણી પ્રચાર અભિયાનથી લઇને રાષ્ટ્રપતિ તરીકે પોતાના પહેલા કાર્યકાળના અંતમાં એબટાબાદ (પાકિસ્તાન)માં અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનને મારવાના અભિયાન સુધીની પોતાની યાત્રાનું વિવરણ આપ્યું છે. આ પુસ્તકના 2 ભાગ છે, જેમાંથી પહેલો મંગળવારના બહાર પડ્યો. આમાં ઓબામાએ લખ્યું છે કે, ‘અનેક રીતે આધુનિક ભારતને એક સફળ ગાથા માની શકાય છે જેણે વારંવાર બદલાતી સરકારોના ઝટકાને સહન કર્યો, રાજકીય દળોની વચ્ચે કડવા મતભેદ, અલગ-અલગ સશસ્ત્ર અલગાવવાદી આંદોલનો અને ભ્રષ્ટાચારના ઘોટાળાઓનો સામનો કર્યો.

મનમોહનને ગણાવ્યા ભારતીય અર્થવ્યવસ્થાના આમૂલ પરિવર્તનના શિલ્પકાર

ઓબામાએ લખ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તનના મુખ્ય શિલ્પકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હતા અને તેઓ આ પ્રગતિ ગાથાના સાચા પ્રતીક છે. તેઓ એક નાનકડા, સતાવવામાં આવેલા ધાર્મિક લઘુમતિ શીખ સમુદાયના સભ્ય છે જે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા. એક વિનમ્ર ‘ટેક્નોક્રેટ’ જેમણે જીવન જીવવાના ઉચ્ચે માપદંડો આપ્યા અને ભ્રષ્ટાચાર મુક્ત છબિથી પ્રતિષ્ઠા મેળવતા જનતાનો ભરોસો જીત્યો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રહેતા ઓબામા 2010 અને 2015માં 2 વાર ભારત આવ્યા હતા.