PoKને ખાલી કરાવવા માટે RSSએ શરૂ કર્યું અભિયાન, ફારૂક અબ્દુલ્લાને આપી ચોખ્ખી સલાહ

PoKને ખાલી કરાવવા માટે RSSએ શરૂ કર્યું અભિયાન, ફારૂક અબ્દુલ્લાને આપી ચોખ્ખી સલાહ

આરએસએસ (RSS)ના નેતા અને રાષ્ટ્રીય મુસ્લિમ મંચ (Muslim Rashtriya Manch)ના માર્ગદર્શિક ઇંદ્રેશ કુમારે (Indresh kumar) પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan)ને ખાલી કરવા પાકિસ્તાન પર દબાણ બનાવવા એક અભિયાન શરૂ કર્યું છે. તેમણે ગુપકાર ગઠબંધનના નેતાઓ ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) અને મહેબૂબા મુફ્તીના કલમ 37૦ નાબૂદ કરવાના નિવેદનો પર પણ પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં, સંઘના નેતાએ ફારૂક અબ્દુલ્લાને ચીન જવાની સલાહ આપી દીધી.

પીઓકે અને ગિલગીટ-બાલ્ટિસ્તાન જમ્મુ-કાશ્મીરનો ભાગ

રાષ્ટ્રીય મુસ્લિમ મંચના એક કાર્યક્રમમાં ઇન્દ્રેશ કુમારે કહ્યું, “હવે પીઓકે અને ગિલગીટ-બાલ્ટિસ્તાનથી અવાજ ઊઠશે. તે જમ્મુ અને કાશ્મીરનો એક ભાગ છે અને તેથી તે ભારતમાં મળવું જોઈએ. પી.ઓ.કે., ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરવા માટે આજથી એક અભિયાન શરૂ થશે. પાકિસ્તાને આ સ્થળોથી પોતાની સેના પાછી ખેંચવી પડશે.”

મહેબૂબા મુફ્તીએ તેમને જ્યાં ગમે ત્યાં જતું રહેવું જોઇએ

સંઘના નેતાએ જમ્મુ-કાશ્મીરમાં ચીનની સહાયથી આર્ટિકલ 37૦ને પુનર્સ્થાપિત કરવા માગતા ફારૂક અબ્દુલ્લા ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “ચાલો એક ઠરાવ પસાર કરીને તેમને કહીએ કે મહેરબાની કરીને ચીન જતા રહો, અમારા પર દયા કરો.” ઇન્દ્રેશ કુમારે ત્રિરંગા અંગે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની વિવાદિત ટિપ્પણી પર પણ પ્રહાર કર્યા હતા. સંઘના નેતાએ કહ્યું કે મુફ્તીને જ્યાં ગમે ત્યાં જવું જોઈએ.

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કરવા અંગે ઇન્દ્રેશ કુમારે કહ્યું કે ભારત 70 વર્ષ પછી એક રાષ્ટ્ર બની ગયું છે. એક રાષ્ટ્ર, એક ધ્વજ, એક બંધારણ, એક નાગરિકત્વ, એક સૂત્ર અને એક રાષ્ટ્રગીત.