ગૂગલ ફોટોસનો ઉપયોગ કરવો હશે તો હવે, યૂઝર્સે રૂપિયા ખર્ચવા પડશે

ગૂગલ ફોટોસનો ઉપયોગ કરવો હશે તો હવે, યૂઝર્સે રૂપિયા ખર્ચવા પડશે


૧ જુન ૨૦૨૧થી ગૂગલ ફેટોસ સર્વિસ મોંઘી બની જશે. કારણ કે પાંચ વર્ષ પહેલા જ્યારે ગૂગલ ફેટોસની ગૂગલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે એવી પણ જાહેરાત કરાઇ હતી કે, કોઈપણ ગૂગલ યૂઝર દ્વારા અનલિમિટેડ ફેટો ગૂગલ ફેટોસ નામના ક્લાઉડ ફેલ્ડરમાં અપલોડ કરી શકાશે. જે સુવિધાનો વિશ્વના ઘણા યૂઝરે ફયદો લીધો છે. કારણકે એન્ડ્રોઇડ યૂઝર માટે ફેટોસ અને વીડિયોનું ઓટો બેકઅપનું અને જીરૂગ્દઝ્ર પૂર્વનિર્ધારિત પણે ઓન હોય છે. પરંતુ આગામી ૧ જૂન ૨૦૨૧ એટલે કે સાત મહિના પછી એ સર્વિસ ગૂગલ ફેટોસ નામના ક્લાઉડ ફેલ્ડરને ગૂગલ એકાઉન્ટ સાથે જે ૧૫ જીબી સ્પેસ દરેક યૂઝરને આપવામાં આવે છે, તેની અંદર જ સમાવેશ કરવામાં આવશે. પરિણામે કોઈપણ યૂઝર ગૂગલ એકાઉન્ટ સાથે માત્ર ૧૫ જીબી સ્પેસમાં જ પોતાના ડેટા અને ફેટોસ સેવ કરી શકશે. આમ ક્લાઉડ સ્ટોરેજ મર્યાદિત થશે અને ત્યારબાદ વધારાની સ્પેસ માટે દરેક યૂઝરે ગૂગલ દ્વારા નિર્ધારિત કરેલ માસિક તેમજ ર્વાિષક પ્લાનને ખરીદવો પડશે. એમ ગૂગલ કોર્પોરેશન દ્વારા ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરવામાં આવી છે.

વધુમાં તમારી પાસે હજુ સાત મહિના સુધીનો સમયગાળો છે. તો તમે અત્યારથી જ તમારા મોબાઇલના અનલિમિટેડ ફેટોસ જે  ગૂગલ ડ્રાઇવ પર સેવ કરેલા હોય તો તમે તેનું આયોજન કરી  શકો છો અને ખાસ કરીને વગર કામના જે ફેટોસ છે જેની જરૂર  નથી તે પણ તમે ડિલીટ કરી શકો છો. જોકે, ગૂગલ દ્વારા ગૂગલ ડ્રાઇવ પર પણ આ સેવા આપવામાં આવે છે. જેની માટે ગૂગલ દ્વારા અમૂક જીબીથી વધારે સ્પેસ માટે પહેલાથી જ ચાર્જ વસૂલવામાં આવે છે.

ગૂગલ ક્લાઉડ સર્વિસ નો પ્લાન શું છે ? 

૧૫ જીબી સુધીની સ્પેસ સુવિધા દરેક યૂઝર માટે મફ્ત રહેશે અને ત્યારબાદ જો વધારાની ૧૦૦ જીબી જગ્યા ખરીદવી હશે તો પ્રત્યેક મહિને રૂ. ૧૩૦ અથવા વર્ષના રૂ. ૧૩૦૦ ચૂકવવા પડશે. ૨ ટીબી સુધીની જગ્યા ખરીદવી હશે હશે તો પ્રત્યેક મહિને રૂ. ૬૫૦ અથવા વર્ષના રૂ. ૬૫૦૦ સુધીનો ખર્ચ યૂઝરને ભોગવવો પડશે.

ગૂગલને ક્લાઉડ સર્વિસ માટે અચાનક આમ પ્લાન મૂકવાની જરૂર કેમ પડી ? 

જ્યારથી ગૂગલ ફેટોસ સર્વિસ શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધી ચાર ટ્રિલિયન ફેટા ગૂગલ સર્વર ઉપર અપલોડ થઈ ચૂક્યા છે. દર અઠવાડિયે ૨૮ બિલિયન ફેટા ગૂગલ સર્વર પર નવા ઉમેરાય છે. પરિણામે ગૂગલનું એવું કહેવું છે કે એ ફેટોસને સંગ્રહ કરવા માટે જે સર્વરનો ઉપયોગ થઈ રહ્યો છે તે હવે તેને મોંઘો પડી રહ્યો છે.

ગૂગલ સમકક્ષ બીજી કેટલીક સેવાઓ

જે પણ યૂઝર એમેઝોન પ્રાઈમ સર્વિસ લીધેલી છે તે ગૂગલની જેમ જ એમેઝોન સર્વર ઉપર અનલિમિટેડ ફેટોસને સેવ કરી શકશે. બીજા એવા ઘણા વિકલ્પો છે, જેની મદદથી તમે અમુક જીબીની મર્યાદામા ક્લાઉડ પર તમારા ફેટોસને સેવ કરી શકો છો. જેમાં ડેગુ (www.degoo.com) તમને ૧૦૦ જીબી સુધીની ક્લાઉડ સ્પેસ ઓફ્ર કરે છે. મેગા (http://www.mega.nz) તમને ૫૦ જીબી સુધીની સ્પેસ ઓફ્ર કરે છે. મીડિયા ફયર (www.mediafire.com) તમને ૧૦ જીબી સુધીની સ્પેસ આપે છે અને પી.સી ક્લાઉડ (www.pcloud.com) અને માઇક્રોસોફ્ટ વન ડ્રાઈવ તમને ૫ જીબી સુધીની સ્પેસ મફ્તમાં આપી રહી છે.