કર્ણાટકમાં વેતનની માગણી કરી રહેલા કર્મીઓએ હજારો આઇફોન લૂંટી લીધા

કર્ણાટકમાં વેતનની માગણી કરી રહેલા કર્મીઓએ હજારો આઇફોન લૂંટી લીધા

। બેંગ્લુરૂ ।

કર્ણાટકના કોલ્લાર જિલ્લામાં શનિવારે એસેમ્બલ એપલ આઇફોન તૈયાર કરી રહેલી વિસ્ટ્રોન કંપનીની ફેક્ટરીમાં બાકી વેતનની માગણી કરી રહેલા કર્મચારીઓએ જોરદાર હોબાળો કરીને તોડફોડ કરતાં કંપનીને રૂપિયા ૪૩૭ કરોડનું નુકસાન થયું છે. વિસ્ટ્રોન કંપનીએ પોલીસ અને શ્રમ વિભાગને ફરિયાદ કરીને આ ઘટનાની જાણ કરી છે. કંપનીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શનિવારે થયેલી તોડફોડને કારણે તેને રૂપિયા ૪૩૭ કરોડનું નુકસાન પહોંચ્યું છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં આઇફોન મોબાઇલની ચોરી થઇ હોવાથી આ નુકસાન થયું છે.

ત્રણ દિવસમાં વેતન ચૂકવો :  સરકાર

વિસ્ટ્રોન તે તાઇવાનની કંપની છે. તે એપલ આઇફોન તૈયાર કરે છે. કર્ણાટક સરકારે વિસ્ટ્રોન કંપનીને ત્રણ દિવસમાં કર્મચારીઓને વેતન ચુકવણી કરવા ફરમાન કર્યું છે.