કોરોના કાળમાં પણ 9 વર્ષનાં આ બાળકે 2020માં કરી અધધધ 218 કરોડ રૂપિયાની કમાણી

કોરોના કાળમાં પણ 9 વર્ષનાં આ બાળકે 2020માં કરી અધધધ 218 કરોડ રૂપિયાની કમાણી

રયાન કાજી (Ryan Kaji)એ પણ આ વર્ષે તેની કમાણીથી દુનિયાને ચોંકાવી દીધી છે. રાયન કાજી સતત ત્રીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર (Youtuber) બન્યો છે. રયાને આ વર્ષે 30 મિલિયન ડોલર એટલે કે લગભગ 218 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રયાન નવ વર્ષનો રમકડાનો રિવ્યુઅર છે જે તેની યુટ્યુબ ચેનલ પર બાળકોના રમકડાંની સમીક્ષા કરે છે. રયાનના વીડિયોને કરોડોમાં વ્યુ મળે છે.

ગયા વર્ષે 191 કરોડ અને 2018માં 125 કરોડ રૂપિયાની કમાણી સાથે રયાન પ્રથમ નંબરે હતો. રયાન તેની યુટ્યુબ ચેનલ ‘Ryan’s World’ પર રમકડાં વિશેના વીડિયો શેર કરે છે. તેની ચેનલના 2.7 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે.

રયાન કાજી બાળકોના રમકડાં અનબોક્સ કરીને અને તેની ચેનલ પર વીડિયોઝ બનાવે છે. રયાન રમકડા સાથે રમતા વીડિયો પણ બનાવે છે. રયાનની ઘણા વીડિયોઝ એક અરબ વખતથી વધુ વખત જોવામાં આવ્યા છે. ચેનલના કુલ વ્યુ 43.9 અરબ છે.