રૂ.10 લાખમાં નકલી વિઝા લઈ અમેરિકા જતા દંપતીની ધરપકડ

રૂ.10 લાખમાં નકલી વિઝા લઈ અમેરિકા જતા દંપતીની ધરપકડ

  • કડીના એજન્ટે અમેરિકા જવા પહેલાં 5 લાખ લીધા હતા

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નકલી વિઝાના આધારે અમેરિકા જવાનો પ્રયાસ કરનાર દંપતીને ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત શનિવારે અમેરિકા જતી ફલાઈટની ઈમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન રાજેશ પટેલ (ઉં.34), સોનલ પટેલ (ઉં.34) અને નક્ષ પટેલ (ઉં.2 વર્ષ)ના પાસપોર્ટ, વિઝાનું ચેકિંગ કરતા તેમના વિઝા નકલી હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે ઇમિગ્રેશન અધિકારી અજય સાવલેએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દંપતી અને એજન્ટ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કડીના એજન્ટ વી.બી.પટેલે નકલી વિઝા માટે રૂ.10 લાખ માંગ્યા હતાં, જેમાં રૂ.5 લાખ અમેરિકા જતા પહેલા અને બાકીના ત્યાં પહોચ્યાં પછી આપવાનું નક્કી થયું હતું.