ઇન્ટરનેટ આધારિત વ્યવસાયની નવી ક્ષિતિજ શરૂ, જાણો ગૂગલ એડ્સેન્સ શું છે? બ્લોગને એડ્સેન્સ સાથે અપ્રૂવલ કરાવવો કેમ જરૂરી છે?

ઇન્ટરનેટ આધારિત વ્યવસાયની નવી ક્ષિતિજ શરૂ, જાણો ગૂગલ એડ્સેન્સ શું છે? બ્લોગને એડ્સેન્સ સાથે અપ્રૂવલ કરાવવો કેમ જરૂરી છે?

આજના સમયમાં મોટાભાગનો વર્ગ એક સારી અને સન્માનીય આવક કેવી રીતે મેળવી શકાય તે સંદર્ભે સતત વિચારશીલ હોય છે. ઇન્ટરનેટથી રૂપિયા કમાવવાની વાત આવે તો સૌથી વધારે ભરોસો મૂકી શકાય, તે માટે મુખ્ય બે જ પ્લેટફેર્મ જવાબદાર છે. જેમાં નંબર એક યૂટયૂબ અને નંબર બે બ્લોગર. આ બે સ્ત્રોત એવા છે કે, જેમાં કાર્ય એક જ વાર કરવાનું છે અને તેની આવક વર્ષો સુધી પ્રાપ્ત કરી શકાય છે. આમ તે એક પ્રકારની રોયલ્ટી આવક પૂરી પાડે છે.

પરંતુ યૂટયૂબ માત્ર વીડિયો કન્ટેન્ટ આધારિત પ્લેટફેર્મ છે. જ્યારે કોઈ વાચક જ્ઞાન સંધર્ભે લખાણ, ઈમેજ અને વિડીયો આ ત્રણ પ્રકારની કન્ટેન્ટ એકસાથે મેળવવા માગે તો તે માટે બ્લોગ જ એકમાત્ર ઓપ્શન છે. દુનિયાનો કોઈ પણ ઇન્ટરનેટ યૂઝર બહુ જ સરળતાથી બ્લોગર તરીકેનું કાર્ય આરંભી શકે છે. તે માટે કોઈ પ્રકારનો ડોમેઈન અને હોસ્ટિંગ ખર્ચો કરવાની જરૂર રહેતી નથી.

બ્લોગિંગ એટલે શું  ? 

વ્યક્તિ પોતાના વિશિષ્ટ જ્ઞાનને બ્લોગ કે વેબસાઇટ બનાવીને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડીને લોકોને જ્ઞાન સભર બનાવી શકે છે અને તેનાથી આવક પણ મેળવી શકે છે. બ્લોગિંગ એક ઇલેક્ટ્રોનિક્સ મેન્ટરશિપ પ્લેટફેર્મ પણ પૂરું પાડે છે. વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો મુજબ છેલ્લા થોડાક વર્ષોમાં બ્લોગ અને વેબસાઈટની સંખ્યામાં અસાધારણ વધારો જોવા મળ્યો છે. દુનિયાભરના અસંખ્ય વાંચકો બ્લોગનો ઉપયોગ કરીને જરૂરી અને કોઈ પણ વિષયને લગતી માહિતી સરળતાથી અને ઝડપથી મેળવી રહ્યા છે.

બ્લોગિંગ સ્ટેટિસ્ટિક્સ શું સૂચિત કરે છે? 

કોઈ પણ પ્રકારનો વેપાર શરૂ કરવા ઈચ્છતા વ્યક્તિ, હંમેશા તેમાંથી શું મળશે ? તેનો વિચાર પહેલા કરે છે. વેપારની શરૂઆત કરતાં પહેલા તેને લગતી તમામ પ્રકારની આંકડાકીય વિગતો લોકલ અને વૈશ્વિક માર્કેટમાંથી મેળવવાનો પ્રયત્ન કરે છે. આંકડાકીય વિગતો પરથી નિર્ણય લે છે કે વેપાર કરવો જોઈએ કે નહીં ?  ટૂંકમાં કોઈ પણ વેપાર શરૂ કરવા માટે એના સ્ટેટિસ્ટિક્લ ડેટા સમજવા ખૂબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પોતાનો બ્લોગ શરૂ કરવા માંગતો હોય તો તેને અત્યારનું બ્લોગિંગ સ્ટેટિસ્ટિક સમજવુ ખૂબ જ જરૂરી છે.

બ્લોગિંગ સ્ટેટિસ્ટિક્સ

  • ૭૭ ટકા ઇન્ટરનેટ યૂઝર્સ નિયમિત બ્લોગ વાંચે છે
  • દર મહિને ૭૦ મિલિયન પોસ્ટ પ્રકાશિત કરાય છે
  • મહિને ૪૦૯ મિલિયન લોકો ૨૦ અબજથી વધુ વેબપેજની મુલાકાત લે છે
  • દર મહિને ૧૦૨ મિલિયન લોકો વેબપેજ પર જાહેરાતો પર ક્લિક કરે છે
  • ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં બ્લોગિંગ ક્ષેત્ર માં ૪૨ ટકાનો વધારો થયો છે
  • બ્લોગ પોસ્ટ પર સરેરાશ ૧૧૫૦ શબ્દો પ્રકાશિત હોય છે.
  • ૯૫.૯ % બ્લોગર્સ તેમના બ્લોગ પોસ્ટને સોશિયલ મીડિયા પર શેર કરે છે
  • છબીઓ સાથેનો લેખ, લખાણવાળાની તુલનાએ ૯૪ ટકા વધુ જોવાય છે
  • ૫૫ % માર્કેટર્સ બ્લોગિંગ સામગ્રીથી જ માર્કેટિંગને પ્રાધાન્યતા આપે છે
  • બ્લોગ ધરાવતા વેપારીને અન્યની તુલનાએ ૬૭ ટકા વધુ લીડ મળે છે
  • હાલમાં ૬૦૦ મિલિયનથી વધુ વેબપેજ માત્ર બ્લોગ સ્વરૂપે છે
  • ૮૬ ટકા કન્ટેન્ટ માત્ર બ્લોગ પોસ્ટનો જ ઉપયોગ કરે છે
  • એક બ્લોગ પોસ્ટ બનાવવા સરેરાશ ચાર કલાક જેટલો સમય લાગે છે
  • બ્લોગરને પોસ્ટ દીઠ સરેરાશ ૩૫૧ ડોલર કમાય છે
  • ૭૨ ટકા બ્લોગર પાર્ટટાઇમ કામ કરે છે

હાલમાં કયા પ્રકારના બ્લોગની માગ વધુ છે ?

વૈશ્વિક સમય અને પરિસ્થિતિ આધારિત વાચકોની પસંદગી અલગ અલગ સમયે વિષય આધારિત સતત બદલાતી રહેતી હોય છે. જેની અસર માર્કેટ પર પણ થતી હોય છે. પરંતુ જ્યારથી બ્લોગિંગ પ્રક્રિયા શરૂ થઇ છે. ત્યારથી અમુક વિષયોના બ્લોગ પહેલેથી જ ઉચ્ચ કક્ષાએ રહ્યા છે. તેમાં ટેકનોલોજી, પ્રોડક્ટ રિવ્યૂ, રેસીપી, ન્યૂઝ આર્ટિકલ, એક્ઝામ ટિપ્સ, ઈવેન્ટ્સ બ્લોગિંગ, મોબાઈલ ટીપ્સ, ઓટો મોબાઇલ, ફેટોગ્રાફી, બ્યૂટી ટિપ્સ અને હેલ્થ ટિપ્સનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં પણ આ વિષયોના બ્લોગ સૌથી ઉચ્ચ સ્થાન પર જ રહેશે. આ વિષય સાથે સર્ચ કરનાર વાચકોની સંખ્યા પણ તેટલી જ વધારે છે.

બ્લોગ પર વધુ ટ્રાફ્કિ કેવી રીતે લાવી શકાય ?

  • વેબપેજના ડાબી અને જમણી તરફ્ના સાઇડબારમાં વાચકો માટે અગત્યની હોય તેવી જ કન્ટેન્ટની લિન્ક મૂકવી
  • એક ઉત્તમ બ્લોગમાં અબાઉટ અસ, પ્રાઇવસી પોલિસી, ટર્મ્સ એન્ડ કન્ડિશન, ડીસ્ક્લેમર અને કોન્ટેક્ટ અસ આટલા પેજ હોવા જરૂરી છે.
  • બ્લોગમાં માત્ર બે-ત્રણ રંગોનો જ પ્રયોગ કરવો
  • બ્લોગ પર એસએસએલ સર્ટિફિકેટ લગાડવું જરૂરી છે. સર્ટિફિકેટ દ્વારા બ્લોગ પરની માહિતી એન્ક્રિપ્ટેડ છે, તેવું સૂચન કરવામાં આવે છે.
  • બ્લોગ ઉપર ફ્રજિયાત પણે પુશ નોટિફ્કિેશન બટન હોવું ખુબ જ જરૂરી છે. જેથી ભવિષ્યમાં નવી પોસ્ટની માહિતી યૂઝર્સ સુધી સહેલાઇથી પહોંચી શકે.
  • ગૂગલ એનાલિટિક્સ કોડ બ્લોગમાં લગાવવો ખૂબ જ જરૂરી છે. પરિણામે બ્લોગરને એ ખબર પડે છે કે કઈ પોસ્ટ પર કેટલો ટ્રાફ્કિ આવી રહ્યો છે. વાચક બ્લોગ ઉપર કેટલો સમય વિતાવી રહ્યો છે. વાચકની પસંદ નાપસંદ શું છે અને બીજી ઘણી માહિતી મેળવી શકાય છે.
  • બ્લોગ માટે નિર્ધારિત કરવામાં આવતું ટાઈટલ પણ ખૂબ જ આકર્ષક અને અજોડ હોવું ખૂબ જ જરૂરી છે
  • કોઈપણ બ્લોગ માટે ટારગેટ ઓડિયન્સ ખૂબ જ અગત્યની છે.
  • કોઈપણ નેગેટિવિટી ધરાવતી કન્ટેન્ટ બ્લોગ પર ક્યારેય હોવી જોઈએ નહીં.
  • અન્ય બ્લોગર અને યુટયૂબરની લિંક બ્લોગ પર ક્યારેય મૂકવી જોઈએ નહીં
  • બે બ્લોગ પોસ્ટ વચ્ચે ચોક્કસ પ્રકારનો સમયગાળો નિર્ધારિત હોવો જોઈએ.
  • બ્લોગનું સર્ચ એન્જિન પર ઈન્ડેક્સિંગ કરાવવું ખૂબ જરૂરી છે.
  • સર્ચ કોન્સોલ પર પણ બ્લોક એડ કરાવવો પડે અને સાથે જ સાઇટમેપ પણ સબમિટ કરવું એટલું જ જરૂરી છે.
  • બ્લોગ પોસ્ટ માટે હંમેશા ઈંગલિશ ભાષાનો જ ઉપયોગ કરવો અને તો જ વૈશ્વિક ટ્રાફ્કિ પ્રાપ્ત કરી શકાશે.
  • બ્લોગ માટેની કન્ટેન્ટ અન્ય કોઈ પણ વેબસાઈટ પરથી કોપી કરેલ ન હોવી જોઈએ, નહિતર ગૂગલ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન રેન્કિંગ ખરાબ થઈ શકે છે

ગૂગલ એડ્સેન્સ શું છે અને બ્લોગને એડ્સેન્સ સાથે અપ્રૂવલ કરાવવો કેમ જરૂરી છે? 

બ્લોગ તૈયાર થઈ ગયો, તેના પર વિવિધ આર્ટિકલ પોસ્ટ પણ થવા લાગ્યા, કન્ટેન્ટને આધારે બ્લોગ ઉપર ટ્રાફ્કિ વધવા પણ લાગ્યો, પરંતુ તેનાથી આવક ઉપાર્જિત થતી નથી, આવકને ઉપાર્જિત કરવા માટે ફ્રજિયાત પણે બ્લોગરે પોતાના બ્લોગ ને ગૂગલ એડ્ સેન્સ એકાઉન્ટ સાથે અપ્રુવ કરાવવું જ પડે છે, ગૂગલ એડ્સેન્સ એક ચોક્કસ પ્રકારની સેવા છે, જેની મદદથી બ્લોગર પોતાના બ્લોગ ઉપર એડવર્ટાઈઝમેન્ટ પોપ-અપ કરાવી શકે છે અને જ્યારે કોઇ યૂઝર બ્લોગ પર પ્રર્દિશત થતી એડ્ ઉપર ક્લિક કરે, અને એક ચોક્કસ સમયગાળા દરમિયાન વાચકો દ્વારા જેટલી વાર એડ ઉપર ક્લિક કરવામાં આવે તેમ તેમ રેવન્યુ જનરેટ થતી જાય છે, જેમાંથી પહેલેથી નિર્ધારિત હિસ્સો ગૂગલ પોતાની પાસે રાખે છે, અને બાકીનો હિસ્સો બ્લોગરને ચૂકવી દેવામાં આવે છે.

બ્લોગને એડ્સેન્સ એકાઉન્ટ સાથે અપ્રુવ કરાવવા માટે બ્લોગરને યુ-ટયૂબ ની જેમ નિર્ધારિત ક્રાઈટેરિયા આપવામાં આવતો નથી,બ્લોગ બનાવ્યાના બીજા દિવસે પણ બ્લોગર બ્લોગને અપ્રુવ કરાવી શકે છે, બ્લોગને અપ્રુવ કરાવવા માટે બ્લોગ પર આટલી બાબતો હોવી ખૂબ જ જરૂરી છે, પરિણામે બ્લોગ ક્યારેય રિજેક્ટ થઈ શકતો નથી, જેમાં બ્લોગ પર સાઇટમેપ, એસ એસ એલ સર્ટિફિકેટ, રિસ્પોન્સિવ ફ્રેમ વર્ક , કોન્ટેક્ટ ડીટેઈલ, ઓછામાં ઓછા ૨૫ આર્ટિકલ અને આર્ટિકલની કન્ટેન્ટ એડ સેન્સની પોલિસી અનુસાર જ હોવી જરૂરી છે.