કેન્દ્ર સરકારે નવા નિયમનો પરિપત્ર કર્યો, જ્વેલર્સ 10 લાખથી વધુ હેરફેર કરે તો મની લોન્ડરિંગ ગણાશે, EDના દરોડા પડશે

કેન્દ્ર સરકારે નવા નિયમનો પરિપત્ર કર્યો, જ્વેલર્સ 10 લાખથી વધુ હેરફેર કરે તો મની લોન્ડરિંગ ગણાશે, EDના દરોડા પડશે

જ્વેલર્સ-બુલિયન ઉદ્યોગનો નવા નિયમ સામે વિરોધ

કેન્દ્ર સરકારે 28 ડિસેમ્બર 2020ના રોજ એક પરિપત્ર બહાર પાડીને ઝવેરાત ઉદ્યોગને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)હેઠળ આવરી લીધો છે. પરિપત્ર અનુસાર હવેથી કોઇ પણ ડીલર રૂ. 10 લાખ કે તેથી વધુ કિંમતના પ્રેિસયસ મેટલ્સ કે સ્ટોનની હેરફેર કે ખરીદ-વેચાણ કરશે તો તેની સામે ઇડી કાર્યવાહી કરશે. જ્વેલર્સ તેમજ બુલિયન એસોસિએશને વિરોધ કર્યો છે.

સરકારના આ નિયમથી ઝવેરીઓએ હવે ખૂબ સાવચેત રહેવું પડશે. રૂ.10 લાખ કે તેથી વધુનું સિંગલ ટ્રાન્ઝેક્શન પણ હશે તો સીધો જ મની લોન્ડરિંગ એક્ટ લાગુ પડી જશે અને ઇડીના દરોડા પડશે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સજાની જોગવાઇ ખૂબ જ કડક છે.

બુલિયન વેપારીઓના જણાવ્યા પ્રમાણે એક દિવસમાં રૂ. 8થી 10 લાખના ટ્રાન્ઝેક્શન સામાન્ય થઇ ગયા છે. જો આના માટે મની લોન્ડરિંગનો કાળો કાયદો લાવવામાં આવશે તો વેપારીઓના ધંધા 50 ટકા થઇ જશે. આમ ઝવેરાત ઉદ્યોગ માટે હવે ઇઝ ઓફ ડુઈંગ રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરકાર દ્વારા રૂ. 2 લાખ કે તેથી વધુના ઝવેરાતના ખરીદ-વેચાણ પર પાનકાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.