ઇરાને તેનો સૌથી પહેલો એ-બોમ્બ પ્રયોગ કર્યો ! હળવા ધરતીકંપના આંચકાએ આશંકા વધારી છે
ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ ૨૦૧૭માં પહેલો ભૂગર્ભ પરમાણુ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. ત્યારે પણ ધરતીકંપના હળવા આંચકા નોંધાયા હતા. ઇરાનમાં થયેલા ધરતીકંપના સમય અને તેના એપિ સેન્ટરની ન્યુક્લિયર ફેસિલીટીની નિકટતા બંને ઉપરથી આશંકા વ્યાપી રહી છે કે ઇરાને, ન્યુક્લિયર બોમ્બનો પ્રયોગ કર્યો જ હશે. ઓક્ટોબરની પાંચમીએ ઇરાનનું ભૂગર્ભ સ્થિત સાયક્લોટ્રોન જ્યાં આવેલું છે તે સેમનાન પ્રાંતમાં રિશ્ચર સ્કેલ ઉપર ૪.૫નો ધરતીકંપ નોંધાયો હતો. આથી તે અનુમાન બંધાઈ રહ્યું છે. આ ધરતીકંપનું એપી સેન્ટર ભૂગર્ભમાં માત્ર ૧૦ કી.મી. ઊંડે હોવાનું વિજ્ઞાાનીઓનું માનવું છે. આમ ઇરાને તેનાં પરમાણુ બોમ્બનો પ્રયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે. જો કે આ અનુમાનોને ઇરાનના સત્તાધીશોએ સ્વીકાર્યાં નથી કે નકાર્યા પણ નથી.
આ સાથે મધ્યપૂર્વની આગની જ્વાળાઓ ત્રીજાં વિશ્વયુદ્ધને આમંત્રશે તેવી સચોટ ભીતિ રાજકારણીઓ અને બુદ્ધીજીવીઓ સેવી રહ્યા છે. તેઓ નકશાઓ અને ગ્રાફ દ્વારા પણ તે સ્થળોની નિશ્ચિતતા દર્શાવે છે. પશ્ચિમ તો દાયકાઓથી કહી રહ્યું છે કે ઇરાનનો પરમાણુ કાર્યક્રમ પરમાણુ શસ્ત્ર બનાવવા માટે જ છે. દરમિયાન ઇઝરાયલના એક પૂર્વ વડાપ્રધાને તો કેટલાક સમય પહેલાં જ કહ્યું હતું કે ઇરાનનાં પરમાણુ પ્રતિષ્ઠાનો ઉપર હવે હુમલો કરવાનો અર્થ જ નથી કારણ કે તે પરમાણુ ક્ષેત્રે ઘણું આગળ વધી રહ્યું છે. તેણે પૂરતું ફીસિલ મટીરિયલ એકઠું કરી લીધું છે. વૈશ્વિક વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતાં તેવી ભીતિ સેવાઈ રહી છે કે એક પછી એક બની રહેલી ઘટનાઓ ઉપરથી કહી શકાય કે હવે ત્રીજું વિશ્વ યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળે તેવી પૂરી સંભાવના છે.
કોઈ એવું પણ કહે છે કે ઇરાને પોતે એ-બોમ્બ પ્રયોગ કર્યો છે. તે દર્શાવવા તે ઊંડી ગર્તામાં પરંપરાગત શસ્ત્રોનો વિશાળ જથ્થો ખડકી તેમાં વિસ્ફોટ કરાવી દુનિયાને ડરાવવા માગતું હશે. પરંતુ વિદ્વાનો તે સંભાવનાને ઓફ હેન્ડ ફગાવી દે છે. તેવો કહે છે કે તેવું તો ઇરાન વર્ષો પહેલાં પણ કરી શક્યું હોત. પરંતુ જ્યારે મધ્ય પૂર્વનું યુદ્ધ હવે ઇઝરાયલ ઇરાન યુદ્ધ બની રહ્યું છે. ત્યારે જ તેણે શા માટે આ પ્રયોગ કર્યો ? ટૂંકમાં તે ઇરાનનો એ બોમ્બ પ્રયોગ જ હશે તે મત વધુ સ્વીકાર્ય બને છે.
ઓક્ટોબર ૭, ૨૦૨૩ના દિને હમાસે દક્ષિણ ઇઝરાયલ ઉપર હુમલો કરી આશરે ૧૨,૦૦ લોકોના જાન લીધા હતા અને ૨૪૦ જેટલાને બંધક બનાવ્યા હતા. તે પછી ઇઝરાયલે પ્રચંડ વળતા પ્રહારો શરૂ કર્યા છે. હવે તો યુદ્ધ ઇઝરાયલ ઇરાન વચ્ચે જ જાણે કે જામી પડયું છે. રવિવારે ઇઝરાયલે ગાઝા યુદ્ધની વરસીના દિને બીરૂતનાં દક્ષિણ પરાંઓ ઉપર મિસાઇલ એટેક કર્યા હતા. ઇરાને તે પૂર્વે ઉત્તર ઇઝરાયલમાં મિસાઇલ હુમલાઓ કર્યા હતા. બીજી તરફ આ યુદ્ધમાં ઇઝરાયલે ૪૨,૦૦૦ પેલેસ્ટાઇનીઓનો ખાત્મો કરી નાખ્યો છે. ગાઝા પટ્ટી અને વેસ્ટબેન્કમાં તમામ શહેરો અને ગામો ખંડેર બન્યાં છે.
