દવાયુક્ત શાકભાજીથી બચવા કિચન ગાર્ડનનો ક્રેઝ વધ્યો

દવાયુક્ત શાકભાજીથી બચવા કિચન ગાર્ડનનો ક્રેઝ વધ્યો

આમ તો શાકભાજીના વાવેતર માટે ચોમાસુ આદર્શ તુ ગણાય જરૂરિયાત મુજબ પાણી મળી રહેતું હોય છે. શાકભાજીના ભાવમાં વધારો અને ગમે તે સિઝનમાં ભાવતા શાકભાજી મેળવવા માગતા લોકો કિચન ગાર્ડન તરફ વળ્યા છે. ઘર આંગણે શાકભાજીના વાવેતર માટે કેટલાક શાકભાજીના બીજ સીધા વાવવાથી ઉગી જતા હોય છે તો કેટલાક શાકભાજીના ધરૂ તૈયાર કરવાની આવશ્યકતા પડે છે. જૂનાગઢ બાગાયત વિભાગ દ્વારા લોકો ઘર બેઠા જ શાકભાજીનું વાવેતર કરી શકે તે માટે વિવિધ સ્થળોએ તાલીમ આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં કિચન ગાર્ડન વિષયક માહિતી માટે કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. જેમાં 225 લોકોએ રજિસ્ટ્રેશન કરાવી વિવિધતમ પ્રકારે શાકભાજીની ખેતી અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. 

કોરોના કાળ પછી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે જેના કારણે તાજું શાકભાજી મેળવવા લોકો ઘર આંગણા, અગાસી કે ફેક્ટરીની જગ્યાનો ઉપયોગ કરી કિચન ગાર્ડન વિકસાવી રહ્યા છે. આ રીતે શાકભાજી ઉગાડવાથી આથક લાભ થાય છે. ઉપરાંત ઋતુગતના બદલે ગમે તે સીઝને શાકભાજી મેળવી શકાય છે.

શાકભાજીના ભાવ આસમાને જતા હોવાથી પણ લોકો કિચન ગાર્ડન તરફ વળ્યા છે. આ પધ્ધતિથી પરિવારને દૈનિક શાકભાજીનો ખર્ચ બચે અને ગજવામાં પણ રાહત થાય. એટલું જ નહીં તેની મીઠાશ અને સોડમ પણ  અલગ હોય છે. ઘરગથ્થુ ઉગાડેલા શાકભાજીથી ભેળસેળ કે અન્ય દ્રવ્ય રહિત ચીજોથી નુકસાન થવાની પણ સંભાવના રહેતી નથી. સમગ્ર વર્ષ શાકભાજી મળી રહે તે માટે કિચન ગાર્ડન કોન્સેપ્ટ તરફ લોકો જઈ રહ્યા છે