નવરંગપુરા વોર્ડમાં ગ્રીન બેલ્ટની જગ્યામાં ત્રીસ કરોડના ખર્ચે પમ્પ હાઉસ સાથે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાશે

નવરંગપુરા વોર્ડમાં ગ્રીન બેલ્ટની જગ્યામાં ત્રીસ કરોડના ખર્ચે પમ્પ હાઉસ સાથે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાશે

નવરંગપુરા વોર્ડમાં આવેલી ગ્રીન બેલ્ટની જગ્યામાં રુપિયા ૩૦.૧૭ કરોડના ખર્ચે પમ્પહાઉસ સાથે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાશે.૧૧૧ લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ભૂગર્ભ ટાંકી બનાવાશે.આ કામગીરી પુરી થયા બાદ જોધપુર વોર્ડમાં ઓછા પ્રેસરથી પાણી આવવા અંગેની ફરિયાદ દુર થશે.

પાણી સમિતીની બેઠકમાં નવરંગપુરા વોર્ડમાં પમ્પહાઉસ સાથે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા તથા આ અંગે જરુરી નેટવર્ક સ્થાપિત કરવા દરખાસ્ત મંજુર કરાઈ હતી.ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ,નવરંગપુરા વોર્ડમાં ઝાંસીની રાણીના સ્ટેચ્યુથી અમદાવાદ-વિરમગામ રેલવે લાઈન સુધીના વિસ્તારમાં ગ્રીન બેલ્ટ આવેલો હતો.જેમાં ટી.પી.સ્કીમ અમલમાં મુકી વિકાસની પરવાનગી આપવામાં આવી છે.આ વિસ્તારમાં વર્ટીકલ ડેવલપમેન્ટ શરુ થતા વોટર સપ્લાય ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવુ જરુરી બન્યુ છે.જોધપુર વોર્ડમાં શીવરંજનીથી ઝાંસીની રાણીના સ્ટેચ્યુ થઈ પારસકુંજ ,કેન્યુગ ચાર રસ્તા,શ્યામલ ચાર રસ્તા તથા સૃષ્ટિ બંગ્લોઝ સુધીના વિસ્તારની પાણીની જરુરીયાતને ધ્યાનમાં રાખીને ૧૧૧ લાખ લિટર ક્ષમતા ધરાવતી પમ્પ હાઉસ સાથેની ભૂગર્ભ પાણીની ટાંકી બનાવાશે.