અમદાવાદીઓ..ગુડ ન્યુઝ! જ્યાં 1ના 293 રૂપિયા થઈ જાય એવા દેશ માટે સીધી ફ્લાઇટ શરુ

અમદાવાદીઓ..ગુડ ન્યુઝ! જ્યાં 1ના 293 રૂપિયા થઈ જાય એવા દેશ માટે સીધી ફ્લાઇટ શરુ

 

તાજેતરમાં મળતી માહિતી અનુસાર વિયેતજેટ એરલાઇન્સ દ્વારા આ સીધી ફ્લાઇટ શરુ કરવામાં આવશે. જે અમદાવાદથી વિયેતનામના દા નાંગ સુધી સીધી ઉડાન ભરશે. આ ફ્લાઇટનું સંચાલન 24 ઑક્ટોબર 2024થી શરુ કરાશે. જો ભાડાની વાત કરીએ તો શરુઆતમાં રાઉન્ડ ટ્રીપનું ભાડું અંદાજે 16000થી 22000 રૂપિયાની આજુબાજુ રહી શકે છે. 

ગુજરાતીઓ માટે કહેવાય છે કે તેઓ ખાણી-પીણી અને ફરવાના ઘણાં શોખીન હોય છે. દિવાળી પણ આવી રહી છે. જો તમે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમાચાર ખાસ વાંચી લેજો. અમદાવાદીઓ માટે એક ગૂડ ન્યૂઝ છે. દુનિયાભરમાં પ્રસિદ્ધ ટુરિસ્ટ પ્લેસ તરીકે જાણીતા વિયેતનામ માટે અમદાવાદથી એક સીધી ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. જેથી તમે આગામી દિવાળી વેકેશનમાં અહીં ફરવા જવાનું પ્લાન કરી રહ્યા હો તો તેનો લાભ લઈ શકશો. 

એર એશિયાએ પણ કરી છે સીધી ફ્લાઇટની જાહેરાત પણ... 

જ્યારે બીજી બાજુ એર એશિયાએ એક સારા સમાચાર આપ્યા છે.  તેણે પણ ભારતના બે શહેરોથી પ્રસિદ્ધ વિદેશી ટુરિસ્ટ શહેરો માટે સીધી ફ્લાઇટની જાહેરાત કરી છે જેમાં એક ફ્લાઇટ ચેન્નઈથી ફુકેટ જશે. જે અઠવાડિયામાં 3 વખત ઉડાન ભરશે. આ ફ્લાઇટની શરુઆત 30 ઑક્ટોબરથી થશે. જ્યારે હૈદરાબાદથી બેંગકોક જવા માટે પણ એક સીધી ફ્લાઇટ એર એશિયા દ્વારા શરુ કરવામાં આવી રહી છે. આ ફ્લાઇટનું સંચાલન પણ અઠવાડિયામાં 4 વખત કરવામાં આવશે જેની શરુઆત 27 ઑક્ટોબર 2024ના રોજથી થશે.