44 વર્ષ પછી સ્પેસમાં બનશે અદ્ભૂત ઘટના, પીટી 5 એસ્ટેરોઇડ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં રહેશે
અંતરિક્ષના રહસ્યો શોધવા માટે વૈજ્ઞાનિકો હંમેશા પ્રયાસરત રહયા છે. ૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર ચારે તરફ ફરતા એક મિની મૂનની શોધ કરી હતી જેને એસ્ટેરોઇડ ૨૦૨૪ પીટી -૫ નામ આપ્યું છે. જેનો આકાર લગભગ ૧૦ મીટર (૩૩ ફૂટ) છે.
આ એસ્ટેરોઇડ ૨૯ સપ્ટેમ્બર થી ૨૫ નવેમ્બર સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં રહેશે.જો કે આ પૃથ્વીની સમગ્ર પરિક્રમા કરશે નહી પરંતુ આ સમયગાળા દરમિયાન વૈજ્ઞાનિકો વિશેષ લઇ રહયા હશે. પૃથ્વીની આસપાસ ઓબ્જેકટ્સની ગતિ અને તેના ગુરુત્વાકર્ષણનો પ્રભાવ સમજવા માટે એસ્ટેરોઇડ મહત્વનો સાબીત થશે.અંતરિક્ષના ગુઢ રહસ્યોને સમજવામાં મદદ મળશે.
૨૦૨૪ પીટી ૫ એસ્ટેરોઇડ પૃથ્નીની નજીક ખગોળીય પિંડોના સમૂહનો જ એક ભાગ છે. આ ઘોડેની નાળની આકૃતિમાં અંતરિક્ષમાં ફરે છે. આ પ્રકારના ઓબ્જેકટ્સ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં ફસાઇ જાય છે પરંતુ સંપૂર્ણ પરાક્રમ પથ પુરો કરતો નથી.વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર આ મિની- મૂન પૃથ્વીની ચારે તરફ ફરવા પ્રયાસ કરતો ગણાશે પરંતુ ૨૫ નવેમ્બરના રોજ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર નિકળીને સૂર્યની પરિક્રમા કરવા લાગશે. જો કે પૃથ્વી પર પહેલાથી જ અસ્થાયી મિની -મૂન રહયા છે પરંતુ ૨૦૨૪ પીટી-૫ ખાસ છે કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સાથે સંકળાયેલી માહિતી માટે ખૂબ મહત્વનો હશે. પૃથ્વીની નજીક રહેવું ખાસ બની રહેશે. આ ઘટનાથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણના પ્રભાવને ખૂબજ બારિકાઇથી સમજવા માટેનો સુવર્ણ મોકો છે.