દસ દિવસ સુધી ભગવાન ગણેશને ધરાવજો આ વસ્તુનો પ્રસાદ, પૂરી થશે મનોકામના

દસ દિવસ સુધી ભગવાન ગણેશને ધરાવજો આ વસ્તુનો પ્રસાદ, પૂરી થશે મનોકામના

ગણપતિ બાપ્પાના ભક્તો દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે તેમની મૂર્તિનું સ્થાપન કરીને દસ દિવસ સુધી પૂજા-અર્ચના કરે છે. ગણપતિ બાપાને પ્રસાદમાં સૌથી લાડુ પ્રિય હોય છે. તેથી દરેક ગણેશ પંડાલમાં લાડુનો પ્રસાદ અચૂક જોવા મળે છે. જોકે લાડુ સિવાય પણ એવી કેટલીક વસ્તુઓ છે, જેનો પણ પ્રસાદ બનાવીને ગણપતિ બાપ્પાને ધરાવી શકાય છે. 

ગણપતિ બાપ્પાને ભોગમાં સૌથી વધુ ગોળના લાડુ પસંદ હોય છે. ગણપતિ બાપ્પાને કોપરાના અથવા તો મોદક તરીકે જાણીતા લાડુ ભરવામાં આવતા હોય છે. મોટાભાગે ગણેશ ઉત્સવ દરમિયાન મોદક બનાવીને બાપ્પાને અર્પણ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે. કોઈપણ ભગવાન ભોગને અગ્નિ દ્વારા ભોગ ગ્રહણ કરતા હોય છે. તેથી હવનકુંડમાં દરરોજ 11 ગોળના લાડુ બાપ્પાને ધરાવવાથી ખૂબ જ સારો ફાયદો રહે છે.

ગણપતિ બાપ્પાને બુંદી પણ ખૂબ જ પ્રિય હોય છે. જેના કારણે બુંદીના લાડુ અથવા તો બુંદી પ્રસાદ તરીકે ધરવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે. ફળની વાત કરીએ તો ગણપતિ બાપાને દાડમનું ફળ વધારે પ્રિય છે. તેથી પ્રસાદમાં દરરોજ દાડમનું ફળ પણ રાખવું જોઈએ.

જે લોકોના ઘરમાં નેગેટિવ ઉર્જા હોય તેમણે ગણેશ ઉત્સવ નિમિત્તે દરરોજ ગણપતિ બાપ્પાને પાણીનો લોટો અર્પણ કરવો જોઈએ. પૂજા બાદ આ પાણીને પીવાના પાણીમાં ભેળવીને લેવાથી ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે. સાથોસાથ પોઝિટિવ એનર્જી આવે છે.

આ ઉપરાંત ચોખાના લોટના અને માવાના લાડુ પણ અર્પણ કરી શકાય છે.  વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પૂજા કરતા સમયે ગણપતિ દાદા ને ખાસ ધરો અર્પણ કરવો જોઈએ. આ ઉપરાંત ધરોની માળા બનાવીને પણ ગણપતિ બાપ્પાને અર્પણ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે.