આજથી મોંઘું થયું કોમર્શિયલ LPG સિલિન્ડર, જુઓ અહીં નવા ભાવ

આજથી મોંઘું થયું કોમર્શિયલ LPG સિલિન્ડર, જુઓ અહીં નવા ભાવ

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સંશોધિત દરો મુજબ આજથી કિંમતોમાં રૂપિયા 39નો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 1691.50 રૂપિયામાં મળશે. જો કે થોડી રાહતની વાત એ છે કે ઓઈલ કંપનીઓએ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા બાદ હવે નવા દરો પણ બહાર આવ્યા છે.

નવા દરો અનુસાર કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1691.50 રૂપિયા થઈ ગઈ છે. ઈન્ડિયન ઓઈલ કંપની (IOCL)ની વેબસાઈટ અનુસાર કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો 1લી સપ્ટેમ્બર એટલે આજથી અમલમાં આવ્યો છે. જે બાદ મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1644 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1605 રૂપિયા હતી. જ્યારે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1764.50 રૂપિયાથી વધીને 1802.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં આ સિલિન્ડર હવે 1855 રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 1817 રૂપિયા હતી.

ઓગસ્ટમાં પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 8.50 રૂપિયા મોંઘા થયા હતા. જે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે. જો કે બે મહિના પહેલા 1 જુલાઈના રોજ ઓઈલ કંપનીઓએ એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1646 રૂપિયા થઈ ગઈ હતી. કોલકાતામાં 1756 રૂપિયા, ચેન્નાઈમાં 1809.50 રૂપિયા અને મુંબઈમાં 1598 રૂપિયા થઈ ગયા છે.