સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે મોટા સમાચાર, સરકારે બદલ્યા યોજનાના નિયમો
પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ સંબંધિત નિયમો સીધા નાણાં મંત્રાલય દ્વારા બનાવવામાં આવે છે. આ યોજનાઓ મુખ્યત્વે નેશનલ સ્મોલ સેવિંગ્સ (NSS) ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. હવે નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આને લગતા કેટલાક નવા નિયમો બનાવ્યા છે, જે 1 ઓક્ટોબર, 2024થી અમલમાં આવશે.
નાણા મંત્રાલયે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ તમામ ફેરફારોનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે. મુખ્યત્વે આ નિયમો સુકન્યા સમૃદ્ધિ યોજના અને પોસ્ટ ઓફિસની અન્ય નાની બચત યોજનાઓના અનિયમિત ખાતાઓને નિયમિત કરવા સંબંધિત છે. ત્યારે આ લેખમાં આ નિયમો વિશે જાણીશું.
જ્યારે પણ પોસ્ટ ઓફિસ અથવા અન્ય નાની બચત યોજનાઓ સંબંધિત ખાતાઓમાં કોઈ અનિયમિતતા જોવા મળે છે, ત્યારે તેને નિયમિત કરવા માટે નાણાં મંત્રાલય પાસે મોકલવામાં આવે છે. નાણા મંત્રાલયમાં આ માટે એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે, જે આવા ખાતાઓને નિયમિત કરવાનું કામ કરે છે. હાલમાં, સરકારે એવી 6 કેટેગરીઓ ઓળખી છે, જેમાં અનિયમિતતાઓને નિયમિત કરવાની છે.
બાળકો અથવા સગીરોના નામે ખોલવામાં આવેલ અનિયમિત પીપીએફ ખાતાઓમાં તેઓ પુખ્ત વયના થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનો વ્યાજ દર મળશે. આ પછી તેમને પીપીએફ વ્યાજ મળશે. અહીં મહત્વની વાત એ છે કે પરિપક્વતાની ગણતરી તેમના પુખ્તવયની તારીખથી કરવામાં આવશે.
એક કરતાં વધુ PPF ખાતાના કિસ્સામાં, વ્યાજ ફક્ત પ્રાથમિક ખાતા પર જ મળશે. જ્યારે તે સિવાય અન્ય તમામ ખાતા પ્રાથમિક ખાતામાં મર્જ કરવામાં આવશે. તો જ તમને તે રકમ પર વ્યાજ મળશે.
જો પીપીએફ ખાતું એનઆરઆઈનું છે, જ્યાં રહેઠાણનો દરજ્જો ફોર્મ-એચમાં જાહેર કરવામાં આવ્યો નથી. ત્યાં POSA વ્યાજ દર આપવામાં આવશે. આ લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં NRI બની જશે.
જો સુકન્યા સમૃદ્ધિ ખાતું તેના દાદા દાદી અથવા વાલી સિવાય અન્ય કોઈ બાળકી માટે ખોલવામાં આવે તો બે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. જો ખાતું દાદા-દાદીના વાલીપણા હેઠળ ખોલવામાં આવ્યું છે, આવા કિસ્સાઓમાં વાલીપણું બાળકના કાનૂની વાલીને ટ્રાન્સફર કરવામાં આવશે. જો એક જ પરિવારમાં બે ખાતા ખોલવામાં આવ્યા છે, જે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ 2019નું ઉલ્લંઘન કરે છે, તો તે ખાતા બંધ કરવામાં આવશે.
NSS સંબંધિત ત્રણ પ્રકારના ખાતાઓ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં એપ્રિલ 1990 ના ડીજીના આદેશ પહેલા ખોલવામાં આવેલા બે NSS-87 ખાતા, મહાનિર્દેશકના આદેશ પછી ખોલવામાં આવેલા NSS-87 ખાતા અને 2 કરતાં વધુ NSS-87 ખાતા ખોલવાનો સમાવેશ થાય છે. આમાં, પ્રથમ પ્રકારના ખાતાઓ માટે 0.20 ટકા વધારાનું વ્યાજ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA) વ્યાજ ઉમેરવામાં આવશે. જ્યારે અન્ય પ્રકારના ખાતાઓ પર માત્ર સામાન્ય વ્યાજ આપવામાં આવશે. જ્યારે ત્રીજા પ્રકારના ખાતા પર કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં, બલ્કે તેમની મૂળ રકમ પરત કરવામાં આવશે.