EPFO એ આપી ખુશખબર, ક્લેમ સેટલમેન્ટમાં થતી અડચણો ઝડપથી થશે દૂર, જાણો કેવી રીતે?

EPFO એ આપી ખુશખબર, ક્લેમ સેટલમેન્ટમાં થતી અડચણો ઝડપથી થશે દૂર, જાણો કેવી રીતે?

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પાસેથી મોટા સમાચાર મળ્યા છે. હવે લોકોને ક્લેમ સેટલમેન્ટમાં કોઈપણ સમસ્યા કે, અડચણોનો સામનો કરવો પડશે નહીં. કારણકે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નવી આઈટી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનુસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આગામી ત્રણ મહિનામાં નવી આઈટી સિસ્ટમ પર ટ્રાન્સફર થશે. ત્યારબાદ ક્લેમ કરનારા અને બેલેન્સ ચેક જેવી ચીજો વધુ સરળ બનશે.

EPFOમાટે નવી આઈટી સિસ્ટમ 2.01 લોન્ચ કરવાની તૈયારી થઈ રહી છે. નવી સિસ્ટમ લાગુ થયા બાદ કોઈપણ સભ્યે નોકરી બદલવા પર મેમ્બર આઈડી ટ્રાન્સફર કરાવવો પડશે નહીં. તેમજ નવુ એકાઉન્ટ ખોલાવવાની જરૂર પડશે નહીં. વેબસાઈટ પહેલાં કરતાં વધુ સરળ અને સુલભ બનશે. EPFOપોર્ટલ મારફત બેલેન્સ ચેક કરવાથી માંડી ક્લેમ સેટલમેન્ટ અને અન્ય પીએફ સંબંધિત કામકાજ સરળતા અને ઝડપથી થઈ શકશે.

EPFOપોર્ટલ પર યુઝર્સને અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. ગતવર્ષે જુલાઈમાં રિટાયરમેન્ટ ફંડ સંગઠનના અમુક અધિકારીઓએ કેન્દ્ર સરકારને પત્ર લખી જુના અને નબળી સોફ્ટવેર સિસ્ટમની ફરિયાદ કરી હતી. જેના લીધે સબ્સક્રાઈબર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. સૌથી મોટી અડચણ પોર્ટલ પર લોગિન કરવામાં થાય છે. સર્વર સ્લોના કારણે ક્લેમ અને અન્ય અપડેટ્સ માટેની અરજી કરવામાં મુશ્કેલીઓ નડે છે.

અપડેટેડ સિસ્ટમમાં, ક્લેમ સેટલમેન્ટ સુવિધા ઓટો પ્રોસેસિંગ મોડ પર હશે. તમામ પેન્શનર્સને તેમનું પેન્શન એક નિશ્ચિત તારીખે જ મળશે. બેલેન્સ ચેક કરવાની સુવિધા પહેલા કરતાં વધુ સરળ બનશે. નોકરી બદલવા પર MID ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. કોઈપણ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની સમસ્યા પણ ખતમ થઈ જશે. જ્યારે પીએફ ખાતાધારકો પાસે માત્ર એક જ ખાતું હશે.