ટીમ ઈન્ડિયાના 5 દિગ્ગજોમાં એક વાત 'કોમન', એટલે જ તેઓ દેશના સૌથી સફળ ઑલરાઉન્ડર ગણાય છે

ટીમ ઈન્ડિયાના 5 દિગ્ગજોમાં એક વાત 'કોમન', એટલે જ તેઓ દેશના સૌથી સફળ ઑલરાઉન્ડર ગણાય છે

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં બહુ ઓછા એવા ઑલરાઉન્ડર છે, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4000થી વધુ રન બનાવ્યા હોય અને 200 થી વધુ વિકેટ લીધી હોય. હાલમાં માત્ર પાંચ જ એવા ઑલરાઉન્ડર છે, કે જેમણે આ સિદ્ધિ મેળવી છે. અને તેમાથી બે ખેલાડીઓ આજે પણ  ભારત માટે રમી રહ્યા છે. 

ઑલરાઉન્ડર કપિલ દેવ

 

કપિલ દેવ ભારતના મહાન ઑલરાઉન્ડર રહ્યા છે. તેઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9,031 રન અને 687 વિકેટ લીધી છે. તેઓએ ટેસ્ટમાં 400 થી વધુ વિકેટ અને 5000 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા હતા. પૂર્વ કેપ્ટનને ભારતનો મહાન ઑલરાઉન્ડર કહેવામાં આવે છે.

રવિ શાસ્ત્રી પણ આ યાદીમાં છે

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6,938 રન અને 280 વિકેટ નોંધાયેલી છે. તેમને ભારતના ત્રીજા મહાન ઑલરાઉન્ડર કહી શકાય, પરંતુ વિકેટની બાબતમાં તે સચિન તેંડુલકરથી આગળ છે. તેમણે સચિને વધુ રન બનાવ્યા છે.

સચિન તેંડુલકર ઑલરાઉન્ડર

સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34 હજારથી વધુ રન બનાવનાર બેટર તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 201 વિકેટ પણ છે. ત્યારે સચિનનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. 

અશ્વિન પણ એક મજબૂત ઑલરાઉન્ડર 

રવિચંદ્રન અશ્વિનને આપણે બધાએ એક સ્પિનર ​​તરીકે જોવામાં આવે છે, પરંતુ તે ક્યારેક ક્યારેક તેના બેટથી પ્રભાવશાળી રહ્યો છે. તેણે ટેસ્ટ, ODI અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 744 વિકેટ લીધી છે, અને ત્રણેય ફોર્મેટમાં 4,200 રન બનાવ્યા છે. તે એક મહાન ઑલરાઉન્ડર પણ ગણાય છે.

રવિન્દ્ર જાડેજા

આ યાદીમાં રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે, તેણે 4000થી વધુ રન અને 200થી વધુ વિકેટ લીધી છે. જાડેજાએ અત્યાર સુધીમાં ત્રણેય ફોર્મેટમાં 568 વિકેટ લીધી છે અને ત્રણેય ફોર્મેટમાં 6,307 રન બનાવ્યા છે. વિશ્વમાં બહુ ઓછા એવા ઑલરાઉન્ડર છે, જેઓ આટલા રન બનાવવામાં અને આટલી વિકેટ લેવામાં સફળ રહ્યા છે.