રિયલ ટાઈમ ટર્મિનેટર, આ વ્યક્તિએ આંખ કાઢીને લગાવ્યો વાયરલેસ કેમરો

રિયલ ટાઈમ ટર્મિનેટર, આ વ્યક્તિએ આંખ કાઢીને લગાવ્યો વાયરલેસ કેમરો

આપણી આંખ એક કેમેરાની જેમ કામ કરે છે, જે આપણી નર્વસ સિસ્ટમ સાથે કનેક્ટ હોય છે. એટલે આપણી નજીકની વસ્તુઓ સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે, આ દુનિયામાં એક એવી વ્યક્તિ છે, જેણે પોતાની અસલી આંખ કાઢીને કેમેરા લગાવ્યો છે. આવું ફિલ્મમેકર રોબ સ્પેન્સે (Rob Spence) કર્યું છે. કેટલાક લોકો તેને રિયલ લાઈફ ટર્મિનેટર (Terminator) અથવા આઈબોર્ગ (Eyeborg) પણ કહે છે. ટર્મિનેટર એક હોલીવુડ ફિલ્મ છે.

રોબ સ્પેન્સે કહ્યું કે, શા માટે તેણે 2007માં તેની અસલી આંખ કાઢી નાખી અને તેની જગ્યાએ નકલી આંખની અંદર કેમેરા ફીટ કરાવ્યો. તેમાં બેટરી, સર્કિટ બોર્ડ અને કેમેરા સેન્સર છે. આવો તેના વિશે વિગતે જાણીએ...

 

બાળપણમાં એક અકસ્માત થયો હતો

રોબ સ્પેન્સે જણાવ્યું કે, "જ્યારે હું નાનો હતો ત્યારે મારી સાથે દુર્ઘટના થઈ હતી. જ્યારે હું ફાયરિંગ કરી રહ્યો હતો અને મેં બંદૂક ખોટી રીતે પકડી હતી, જેના કારણે બંદુકની ગોળી મારી આંખમાં વાગી હતી. ગોળી વાગવાને કારણે અનેક સર્જરીઓ કરાવવી પડી હતી. ત્યાર બાદ મારી અસલી આંખ કાઢી નાખવામાં આવી હતી."

"આ પછી સર્જરી કરવામાં આવી હતી અને એક નકલી આંખ ફીટ કરવામાં આવી હતી, જોકે તે કુદરતી આંખથી કૃત્રિમ આંખ બિલકુલ વિરુદ્ધ હતી. ત્યાર બાદ મેં એક નિર્ણય કર્યો, કે આ પ્રોસ્થેટિક આંખને હટાવીને તેની જગ્યાએ કેમેરા લગાવવાનું નક્કી કર્યું."

આંખમાં લગાવ્યો વાયરલેસ કેમેરા

રોબ સ્પેન્સના કર્મચારી ડિઝાઈનર Kosta Grammatisએ તેમને મદદ કરી અને તેમના માટે એક એવો વાયરલેસ કેમેરા તૈયાર કર્યો, જે નકલી આંખની અંદર લગાવી શકાય. 

આ વાયરલેસ કેમેરાની અંદર માઇક્રો ટ્રાન્સમીટર, નાની બેટરી, મિની કેમેરા અને મેગ્નેટિક સ્વીચ આપવામાં આવી છે. આ સ્વીચની મદદથી યુઝર્સ કેમેરાને ઓન અને ઓફ કરી શકતો હતો. 

એક વાર ફુલ ચાર્જ કર્યા પછી કેટલીવાર કામ કરે છે?

આ કેમેરાને એકવાર ફુલ ચાર્જ થયા પછી 30 મિનિટનો વીડિયો રેકોર્ડ કરી શકે છે. જો કે આ કેમેરા ઓપ્ટિક નર્વ સિસ્ટમ સાથે જોડાયેલ નથી, પરંતુ, તેઓ આ વીડિયોનો ઉપયોગ તેમની ફિલ્મ બનાવવા માટે કરે છે.

આ પ્રોસ્થેટિક આંખની અંદર લાગેલા કેમેરાની અંદર ત્રણ ઓપ્શન આપેલા છે. જેમાં એક બાયોલોઝિકલ રિએલિસ્ટિક અને ગ્લોઈંગ રેડ વર્ઝન રહેલું છે. અને તે વર્ષ 2009 માં ગીનીસ વર્લ્ડ ઓફ બુક રેકોર્ડ્સમાં નોંધાયેલું છે.

 

ધ ટર્મિનેટર એક હોલીવુડ ફિલ્મ છે. અત્યાર સુધી તેની કેટલીયે સીરીઝ આવી ચૂકી છે. સૌથી પહેલા ટર્મિનેટર 1984માં રિલીઝ થયું હતું. આ ફિલ્મનું નિર્દેશન જેમ્સ કેમરોને કર્યું હતું. આ ફિલ્મમાં આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરને આઈબોર્ગ તરીકે બતાવવામાં આવ્યા છે.