શુદ્ધ પાણી, ખોરાક અને હવા બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવો અને યુવા પેઢીને રોગોથી બચાવો: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
આજકાલ આપણે ખેતી ઉત્પાદન વધારવા માટે ખેતરોમાં અંધાધૂંધ ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરી રહ્ના છીઍ. આથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, સાથે સાથે કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ ઍટેક જેવી જીવલેણ બીમારીઓ પણ વધી રહી છે. આવા સમયે જો આપણે ભાવિ પેઢીને શુદ્ધ પાણી, ખોરાક અને શુદ્ધ હવા પૂરી પાડવી હશે, તો પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઍ સોમવારે આ વાત હરિયાણાના જીંદમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ સંવાદમાં કહી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીઍ ખેડુતોને સંબોધતાં કહ્નાં કે, કેન્દ્ર સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં સંવાદ કાર્યક્રમોનું આયોજન કરશે. રાજ્યપાલશ્રી ઍ કહ્નાં કે, ખેડુતોને ભય છે કે પ્રાકૃતિક ખેતીથી નુકસાન થશે, પરંતુ ઍવું બિલકુલ નથી. આજે ગુજરાતમાં પોણા દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્ના છે. હરિયાણામાં પણ ઘણા ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્ના છે અને તેમને તેનો ફાયદો મળી રહ્ના છે. તેમણે કહ્નાં કે જ્યાં રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ વધુ થાય છે, ત્યાં કેન્સરના ત્રણ ગણા વધુ કેસો છે.
ખેડુતોને ચેતવણી આપતાં રાજ્યપાલશ્રીઍ કહ્નાં કે, આજે આપણે ખોરાકના નામે ઝેર ખાઈ રહ્ના છીઍ. આવી પરિસ્થિતિમાં ભાવિ પેઢીના રક્ષણ અને સારા સ્વાસ્થ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. તેમણે કહ્નાં કે ગયા વર્ષે કુરુક્ષેત્રમાં અતિવૃષ્ટિના કારણે જ્યાં ખેડુતોના ખેતરોમાં પાણી ભરાયું હતું અને તેમના પાકને નુકસાન થયું હતું, ત્યાં કુરુક્ષેત્ર ગુરુકુલની જમીન જ્યાં તેઓ પોતે છેલ્લા ૮ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્ના છે, તે જમીનમાં પાણી આપમેળે આસાનીથી જમીનમાં ઊતરી ગયું હતું.
તેમણે જણાવ્યું કે વિધાર્થીઓ માટે ૫ ઍકર જમીન પાડોશી ખેડૂત પાસેથી ભાડે લીધી. જેમાં વાડબાંધણી દરમિયાન જોવા મળ્યું કે જમીન ખૂબ જ કઠણ છે. ૬૩ સીસીના ઍન્જિનવાળા ડ્રીલીંગ મશીનથી બે ઇંચથી વધુ ઊંડું ખોદી શકાયું નહીં. જ્યારે તેમણે ગુરુકુલ કુરુક્ષેત્રની જમીન પર આ જ પરીક્ષણ કર્યું ત્યારે સરળતાથી ડ્રીલીંગ થઇ ગયું. આથી ઍ સ્પષ્ટ થયું કે જે જમીન પર વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે, તે કઠણ થઈ જાય છે અને તેની ફળદ્રુપતા ધીમે ધીમે ઓછી થઈ જાય છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીઍ કહ્નાં કે દિલ્હીમાં આયોજિત દેશભરના ગવર્નરોની કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ પણ પ્રાકૃતિક ખેતીને દેશભરમાં પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગને કાર્યયોજના તૈયાર કરવાની સૂચના આપી છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીઍ તેમના સંબોધનમાં ખેડુતોને જણાવ્યું કે, ખેતીમાં કીટનાશકનો ઉપયોગ ઓછો કરીને ખેતીની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો છે. તેમણે ખેડુતોને વિનંતી કરતાં કહ્નાં કે પાકના અવશેષોને ન બાળી આરોગ્યની સાથે સાથે પર્યાવરણને પણ સુરક્ષિત રાખવામાં સહકાર આપો. પાકના અવશેષોને બાળવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીઍ પ્રાકૃતિક ખેતી અપનાવનારા ૧૦ પ્રગતિશીલ ખેડુતોને પણ સન્માનિત કર્યા. હરિયાણામાં પ્રાકૃતિક કૃષિ સંવાદના અસરકારક આયોજન માટે તેમણે હરિયાણાના મુખ્યમંત્રી અને હરિયાણાના કૃષિ વિભાગની સરાહના કરી હતી.
કાર્યક્રમમાં જીંદના વિધાનસભ્ય ડો. કૃષ્ણલાલ મિઢા, ગૌ સેવા આયોગના ચેરમેન શ્રવણકુમાર ગર્ગ, ભાજપા જિલ્લાધ્યક્ષ તેજેન્દ્ર ઢૂલ, પૂર્વ વિધાનસભ્ય જસબીર દેશવાલ, વન વિકાસ નિગમના પૂર્વ ચેરમેન જવાહર સૈની, હરિયાણા કર્મચારી પસંદગી આયોગના પૂર્વ સભ્ય વિજયપાલ ઍડવોકેટ, કૃષિ અને કલ્યાણ વિભાગના ઍડિશનલ ડાયરેક્ટર ડો. રોહતાશ સિંહ, હ.ક.વિવિ હિસારના મુખ્ય વૈજ્ઞાનિક ડો. બલજીત સહારણ, કૃષિ વિભાગના ઉપનિર્દેશક સુરેન્દ્ર સિંહ મલિક સહિતના અન્ય અધિકારીઓ અને ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.
