આ જગ્યા પર રહેતા લોકો 100 વર્ષથી વધુ જીવે છે, ચા-કોફી પીવી, ઓછું ખાવું અને ભગવાન ભક્તિ છે લાંબી ઉંમરનો રાઝ

આ જગ્યા પર રહેતા લોકો 100 વર્ષથી વધુ જીવે છે, ચા-કોફી પીવી, ઓછું ખાવું અને ભગવાન ભક્તિ છે લાંબી ઉંમરનો રાઝ

દુનિયાના ઘણા એવા દેશો છે, જેમાં લોકોની સરેરાશ ઉંમર 100 વર્ષ કરતાં પણ વધુ છે. દુનિયાના જે દેશોના લોકોની ઉંમર વધારે હોય છે, તે લોકો સામાન્ય રીતે ફળ અને શાકભાજી વધારે ખાય છે. આખરે એવુું તે શું કરી શકાય જેનાથી ઉંમર વધારી શકાય? આ સવાલના જવાબ આપણે દુનિયાના તે લોકો પાસેથી મળી શકે છે.

આ દુનિયાના છ એવા વિસ્તાર છે, જેને વૈજ્ઞાનિકો 'બ્લુ ઝોન' કહે છે, અહીં રહેતા લોકોની ઉંમર સો વર્ષ સુધી પહોંચવાની સંભાવના વધારે છે. આ વિસ્તારોને ઇટલી અને બેલ્જિયમે 'બ્લુ ઝોન' નામ આપ્યું છે.

અહીં રહેતા લોકોની ઉંમર સૌથી વધુ હોય છે.

  • મધ્ય અમેરિકન દેશ કોસ્ટારિકાનું નિકોયા
  • ઈટાલીનું સાર્ડિનિયા
  • ગ્રીસનું ઇકેરિયા
  • જાપાનના ઓકિનાવા
  • યુ.એસ.ના કેલિફોર્નિયા રાજ્યનું લોમ્બા લિન્ડા

‘બ્લુ ઝોન' માં રહેતા લોકોના જીવનમાં ઘણા ફેરફાર હોય છે. અહીં રહેતા લોકો ઓછું ખાય છે. જાપાનના ઓકિનાવામા રહેતા લોકો 80% પેટ ભરાઈ ગયા પછી જમતા નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 10 ટકા ઓછી કેલરી લેવાથી ઉંમર વધવાની ગતિ પણ ધીમી પડી જાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડી. ગોવિંદરાજુ કહે છે કે, ઓછો ખોરાક ખાવાથી ડીએનએમાં નુકસાનકારક ફેરફારો થતા નથી. બ્લુ ઝોનમાં રહેતા લોકો શાકાહારી ખોરાક ખાવાનું જ પસંદ કરે છે. જેથી મેટાબોલિઝ્મ એટલે કે ખોરાક પચાવવાની ક્ષમતા પણ વધારે હોય છે.

ખાણી પીણીની આદતો ઉપરાંત બ્લુ ઝોનમાં રહેતા લોકોનું સામાજિક જીવન પણ મહત્ત્વનું હોય છે. આ બધા પ્રદેશોના લોકો એવા સમુદાયોમાં રહે છે, જેની વચ્ચે પરસ્પર સંબંધો અત્યંત મજબૂત છે. રિસર્ચમાં સાબિત થયું છે કે ,સારા સામાજિક સંબંધો તણાવ ઓછો કરે છે અને સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

 

ભગવાન પ્રત્યે વધુ પ્રેમ
સો વર્ષથી વધુ જીવવા પાછળ ધાર્મિક આસ્થા પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. બ્લુ ઝોનમાં રહેતા લોકો વધુ આધ્યાત્મિક હોય છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા તેમના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. જો તમે પરેશાન છો, તો તમે ધર્મનો આશ્રય લઈ શકો છો. જેનાથી તમારી ઉંમર પાંચ વર્ષ સુધી વધી શકે છે.

ચા-કોફી
બ્લુ ઝોનમાં રહેતા લોકો દિવસમાં ઘણી વખત ચા અથવા કોફી પીવે છે. દિવસ દરમિયાન ગરમ પીણાં લેવાથી હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે. ચા-કોફીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, નિયાસિન અને વિટામિન ઇ હોય છે. ગરમ પીણાં ટાઇપ-2 ડાયાબિટીસ સામે પણ રક્ષણ આપે છે, આ સાથે જ પાચન યોગ્ય રહે છે. તેમાં ઓછી કેલરીવાળો ખોરાક, ફળો અને શાકભાજી ઉમેરો તો હેલ્ધી ડાયટ ચાર્ટ તૈયાર થશે.

જાપાનના ઓકિનાવા આઇલેન્ડના લોકો શક્કરિયાં અને કડવાં તરબૂચ ખૂબ ખાય છે. શક્કરિયાંમાં વિટામિન એ, સી અને ઇ હોય છે. જેમાંથી પ્રાપ્ત થતું પોટેશિયમ બ્લડ પ્રેશર ઓછું કરે છે. શક્કરિયામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય પેટ સાફ રહે છે. કડવું તરબૂચ બ્લેક ટી જેવું લાગે છે, જે ઓકિનાવાના લોકોને ડાયાબિટીસથી બચાવે છે.

જોવાલાયક સ્થળોનો અદભુત વિસ્તાર
વિશ્વના બ્લુ ઝોન ખૂબ જ સુંદર છે. અહીં રહેતા લોકોના ઉંમરનું રહસ્ય એક નહીં, પણ અનેક છે.

  • ઈટાલીનું સાર્ડિનિયા : આ પર્વતીય પ્રદેશ ખૂબ જ સુંદર છે. અહીં ખેડૂતોને ઘણીવાર પહાડો પર ચઢવું પડે છે જે સ્વાસ્થ્ય માટે સારું છે.
  • ગ્રીસનો ઇકર્યા : અહીં હળવા રેડિયોએક્ટિવિટીનાં લક્ષણો જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રેડિયોએક્ટિવિટી આ ટાપુના ધોધમાં જોવા મળે છે. અહીંના લોકો આ ધોધને અમરત્વનો ધોધ કહે છે.
  • કેલિફોર્નિયાની લોમ્બા લિન્ડા : તે હળવા રેડિએશન માટે જાણીતું છે. જો કે, તેના ફાયદા હજી સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ થયા નથી.

ફળો અને શાકભાજી ખાવાં, રોજ કસરત કરવી, કોફી પીવી અને મુશ્કેલ સમયમાં ભગવાનની પૂજા કરવી એ બ્લુ ઝોનમાં રહેતા લોકોના દીર્ધાયુષ્યનું રહસ્ય છે. આ ટિપ્સને તમે તમારા જીવનમાં પણ લાગુ કરી શકો છો.

( Source - Divyabhaskar )