1990 બાદ જન્મેલા 40% લોકો ઇન્ટરનેટ વગર 4 કલાક પણ નથી રહી શકતા, આ ઉંમરના અડધા યુવા દરેક નિર્ણય ઇન્ટરનેટની મદદથી લે છે

1990 બાદ જન્મેલા 40% લોકો ઇન્ટરનેટ વગર 4 કલાક પણ નથી રહી શકતા, આ ઉંમરના અડધા યુવા દરેક નિર્ણય ઇન્ટરનેટની મદદથી લે છે

 
  • કોરોનાના સમયે ઇન્ટરનેટના માધ્યમથી સામાજિક સંપર્ક અતૂટ રાખ્યા

1990ના મધ્ય દશકમાં જન્મેલા 30થી 35 વયજૂથની યુવા પેઢી (જનરેશન ઝેડ)ના 40% લોકો ઇન્ટરનેટ વગર 4 કલાક પણ નથી રહી શકતા. બીજી તરફ આ જનરેશનના 50% લોકો એવા છે જે છેલ્લાં પાંચ વર્ષથી પોતાના તમામ નિર્ણય લેવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. કોવિડના સમયે સમગ્ર દુનિયામાં લાગેલા લૉકડાઉને સામાજિક સંપર્કોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો, તો આ જ જનરેશન ઝેડના લોકોએ ઇન્ટરનેટ અને તેનાથી આધારિત ઉપકરણોનો ઉપયોગ કરી પોતાના સંબંધોને કાયમ રાખ્યા.

ઝૂમ મીટિંગ અને ટેલિમેડિસિનનો ઉપયોગ કરીને દરેક પ્રકારના કામને સરળ બનાવ્યા. સોશિયલ કનેક્શન, ટ્રાન્સપરન્સી અને ઝડપથી અનુભવ મેળવીને તેનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ મદદરૂપ સાબિત થયું છે. 71% મિલેનિયલ્સ એપોઇન્ટમેન્ટ અને અન્ય ચીજો એપ પર ઓનલાઇન લેવાનું પસંદ કરે છે. મિલેનિયલ્સ (1981થી 1996 વચ્ચે જન્મેલા)ની તુલનામાં આ પેઢીના લોકો માટે ઓનલાઇન પ્રાઇવસી કોઈ અડચણ નથી. બીજી તરફ, કોરોના બાદ ઓફિસ જવા કરતાં આ પેઢીના લોકોને વર્ક ફ્રોમ હોમ પસંદ છે.

 

જનરેશન ઝેડ ઇન્ટરનેટને નોલેજ ઓફ સોર્સના રૂપમાં જુએ છે જનરેશન ઝેડ ઇન્ટરનેટને નોલેજ ઓફ સોર્સના રૂપમાં જુએ છે. તેથી તેઓ શોપિંગથી લઈને દોસ્તોની સાથે ફરવા જવા સુધી માટે ઇન્ટરનેટ પર સર્ચ કરી જાણકારી એકત્ર કર્યા બાદ નિર્ણય લે છે. તેઓ ભૌતિક અને ભાવનાત્મક રીતે ઓનલાઇન રહેવાનું પસંદ કરે છે. બીજી તરફ, દરેક સમસ્યાનું સમાધાન નેટ ઉપર જ જોધતાં જોવા મળે છે.