PM મોદીને મળી અમૂલ્ય ભેટ:માતા હીરાબાનું પેઇન્ટિંગ જોઈને PM નરેન્દ્ર મોદીએ કાફલો અટકાવ્યો, યુવતીને મળીને પૂછ્યું- કેટલા દિવસમાં તૈયાર કર્યું

PM મોદીને મળી અમૂલ્ય ભેટ:માતા હીરાબાનું પેઇન્ટિંગ જોઈને PM નરેન્દ્ર મોદીએ કાફલો અટકાવ્યો, યુવતીને મળીને પૂછ્યું- કેટલા દિવસમાં તૈયાર કર્યું

PM નરેન્દ્ર મોદીએ પોતાના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂરાં કર્યા, આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ શિમલા ગયા હતા. જ્યાં એક રોડ શોમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન તેમને એક યુવતીના હાથમાં પોતાના માતા હીરાબાની પેઇન્ટિંગ જોઈ. લોકોના આશ્ચર્ય વચ્ચે તેમને આ પેઇન્ટિંગ જોવા પોતાનો કાફલો અટકાવ્યો અને યુવતી પાસે પહોંચી ગયા. PM મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ આ વીડિયોને ઘણો શેર પણ કરી રહ્યાં છે.

PM મોદીએ યુવતી સાથે વાત પણ કરી
PM મોદી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને રોડની એક બાજુ ઊભેલી યુવતીના હાથમાં પોતાના માતા હીરાબાની પેઇન્ટિંગ જોઈ. આ પેઇન્ટિંગને લેવા માટે PM મોદીએ પોતાનો કાફલો અટકાવ્યો. PM મોદીએ યુવતીને મળ્યા અને તેમના દ્વારા બનાવેલી પેઇન્ટિંગને નિહાળી તેમજ માતા હીરાબાની પેઇન્ટિંગનો ભેટ તરીકે સ્વીકાર કર્યો. આ દરમિયાન તેમને યુવતી સાથે વાતચીત કરી અને પૂછ્યું કે આ પેઇન્ટિંગ તમે જાતે બનાવી છે. જેના પર યુવતીએ કહ્યું હાં મેં બનાવી છે. PM મોદીએ તેમને વધુમાં પૂછ્યું કે આ પેઇન્ટિંગ બનાવવામાં કેટલો સમય લાગ્યો, જેના પર યુવતીએ જવાબ આપ્યો એક જ દિવસમાં આ તૈયાર કરી છે.

Hiraba

 

યુવતીના માથ પર હાથ મુકી આશીર્વાદ આપ્યા
યુવતી સાથે વાત કરવા દરમિયાન વડાપ્રધાને યુવતીનું નામ પૂછ્યું અને કહ્યું કે તમે કયાં રહો છો? જેના પર યુવતીએ પોતાનું નામ જણાવ્યું અને શિમલામાં જ રહતી હોવાનું જણાવ્યું. વાતચીત દરમિયાન યુવતીએ એમ પણ કહ્યું કે તેમને વડાપ્રધાનની પેઇન્ટિંગ પણ બનાવી છે, પરંતુ તેને લાવી ન શકી. આ વાત પર PM મોદીએ કહ્યું કંઈ વાંધો નહીં. વડાપ્રધાને હકડેઠઠ ભીડમાં ઊભેલી યુવતીના માથા પર હાથ રાખ્યો અને તેમની પાસેથી તે પેઇન્ટિંગ લઈને આગળ વધી ગયા.

( Source - Divyabhaskar )