US સેનેટમાં વિધેયક પસાર:અમેરિકામાં H-1B વિઝાધારકોના જીવન સાથીને આપમેળે જ વર્ક પરમિટ મળશે, આ વિધેયકથી શું લાભ થશે તે જાણો

US સેનેટમાં વિધેયક પસાર:અમેરિકામાં H-1B વિઝાધારકોના જીવન સાથીને આપમેળે જ વર્ક પરમિટ મળશે, આ વિધેયકથી શું લાભ થશે તે જાણો

અમેરિકી કોંગ્રેસની બે મહિલા સભ્યએ ગુરુવારે પ્રતિનિધિ સભામાં એક વિધેયક રજૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ H-4 વિઝાધારકો માટે કામ કરવાના આપોઆપ અધિકાર(Automatic Right) રજૂ કરવાનો છે. H-4 વિઝાધારક એ H-1B, H2A, H-2B અને H-3 વિઝાધારકો સાથે સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)આવનાર આશ્રિત પતિ-પત્ની અને બાળકો હોય છે. વર્તમાન સમયના કેટલાક નિયમ હેઠળ H-4 વિઝાધારકો રોજગાર અધિકૃતિ દસ્તાવેજ માટે અરજી કરી શકે છે.

US કોંગ્રેસના મહિલા સભ્ય કેરોલિન બોર્ડોઝ અને મારિયા એલવિરા સાલાઝરે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝમાં H-4 વર્ક ઓથોરાઈઝેશન એક્ટ રજૂ કર્યો, જે વર્તમાન કાયદાને બદલવા અને H-1B વિઝા ધરાવનાર ઈમિગ્રન્ટ્સના જીવનસાથીને H-4 વિઝા પ્રાપ્ત કરવા સાથે અમેરિકામાં કામ કરવાની સ્વાયતતાનો અધિકાર આપે છે. આ કાયદો H-4 વિઝાધારકો માટે રોજગાર અધિકૃતતા દસ્તાવેજ ફોર્મ I-765 હેઠળ અરજી કરવાની જરૂરિયાતોને ખતમ કરશે.

આ બિલ અમેરિકામાં કામ કરવા માટે બિનજરૂરી અવરોધોને દૂર કરશે
આ વિધેયક રજૂ કરનાર મહિલા સાંસદોએ કહ્યું હતું કે અમેરિકામાં મોટી સંખ્યામાં નોકરીદાતા શ્રમિકોની અછતનો સામનો કરી રહ્યા છે. હવે આ નવા વિધેયક શ્રમિકોની અછતને દૂર કરી શકાશે, રોજગારી આપવામાં મદદરૂપ બનશે અને માઈગ્રન્ટ પરિવારો માટે જીવનને સરળ બનાવી શકાશે. સંસદના સભ્યએ જણાવ્યું હતું કે અત્યારે ઉચ્ચ કૌશલ ધરાવતા ઈમિગ્રન્ટ્સના જીવનસાથીએ USમાં કામ કરવાની મંજૂરી પ્રાપ્ત કરવા માટે વર્ષો સુધી નોકરશાહી તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ વિધેયકથી બિનજરૂરી અવરોધોને દૂર કરી શકાશે, જેથી એ સુનિશ્ચિત કરી શકાશે કે ઈમિગ્રન્ટ્સ પરિવારો સાથે અમેરિકાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી શકશે અને પોતે પણ સમૃદ્ધ થઈ શકશે.

H4 વિઝાધારણોને વર્ક પરમિટ માટે અલગ અરજી કરવા પડે છે
કેરોલિમ બાર્ડોઝે કહ્યું- જો આપણે સ્પર્ધાત્મક બનવા ઈચ્છતા હોય અને વિશ્વના બુદ્ધિજીવી તથા પ્રતિભાશાળી લોકોને અમેરિકા તરફ આકર્ષવા ઈચ્છતા હોઈએ તો આપણે આ સુનિશ્ચિત કરવું જોઈએ કે ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ઈમિગ્રન્ટ્સના પરિવારના સભ્યો અન્યોની માફક અમેરિકામાં જીવન વિતાવવા તથા કારકિર્દીનું ઘડતર કરવા સક્ષમ હોય. વર્તમાન સમયમાં H-4 વિઝાધારકોએ અમેરિકામાં વર્ક પરમિટ માટે અલગથી અરજી કરવા મંજૂરી માટે રાહ જોવી પડે છે. ​​​​

 

અમેરિકામાં 1 વર્ષ સુધીનો વેઈટીંગ ટાઈમ
US સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS)માં બેકોલને જોતા એમ્પ્લોઈમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્ટુમેન્ટ (EAD)માટે અરજીનો સમય 6થી 8 મહિના સુધી લાગે છે. કેટલીક અરજી સ્વીકારવામાં એક વર્ષ કરતાં વધારે સમય લાગે છે. વર્ક ઓથોરાઈઝેશન એક્ટ USCISમાં વેઈટીંગ ટાઈમ ઓછો થશે, કારણ કે H-4 વિઝાધારકોએ EAD માટે અલગથી અરજી કરવાની જરૂર પડતી નથી.