રોડ શોમાં ભગવંત માન બોલ્યા:'ગુજરાતમાં બધે લીકેજ છે, કમળ ક્યાં ઉગે છે? કીચડમાં અને કીચડ સાફ કરવા ઝાડુ વપરાય છે, એમ ભ્રષ્ટાચારનો કીચડ સાફ કરવો પડશે'

રોડ શોમાં ભગવંત માન બોલ્યા:'ગુજરાતમાં બધે લીકેજ છે, કમળ ક્યાં ઉગે છે? કીચડમાં અને કીચડ સાફ કરવા ઝાડુ વપરાય છે, એમ ભ્રષ્ટાચારનો કીચડ સાફ કરવો પડશે'

  • નિકોલના ખોડિયાર મંદિરથી બાપુનગર ડાયમંડ ચાર રસ્તા સુધી રોડ શો યોજાયો
  • 25 વર્ષ આ લોકોએ રાજ કર્યું, એક મોકો અમને આપો, ના ગમે તો બદલી દેજો: કેજરીવાલ
  • દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. રોડ શો નિકોલના ઉત્તમનગર પાસે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરીને કેજરીવાલ અને ભગવંત માને રોડ શો શરૂ કર્યો હતો અને એક કલાકમાં જ ઇન્ડિયા કોલોની થઈ અને બાપુનગર બ્રિજ નીચે પૂરો થયો હતો. એક કિલોમીટરના રોડ શોમાં બંને નેતાઓનું હજારો લોકોએ અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો બાદ ભદવંત માને કહ્યું, આજે પ્રેમ અને સન્માન માટે આભાર. ગુજરાતમાં પેપર ફૂટે છે.આ લીકેજ બંધ કરવી પડશે. ગુજરાતમાં બધે લીકેજ છે. શિક્ષણને વેચવામાં આવે છે. કમળનું ફૂલ ક્યાં ઉગે છે? કીચડમાં અને કીચડ સાફ કરવા ઝાડુ વપરાય છે, એમ કીચડ સાફ કરવો પડશે. ભ્રષ્ટાચારનો કીચડ સાફ કરવો પડશે.

    બંને નેતાઓએ ખોડીયાર માતાના આશીર્વાદ સાથે રોડ શો શરૂ કર્યો હતો
    આ પ્રસંગે ભગવંત માને કહ્યું કે, ખોડિયાર માતાના આશીર્વાદ લીધા છે. અમે લડાઈ લડીએ છીએ તેમાં મા શકિત આપે. તમે મોટી સંખ્યામાં આવ્યા છો. તમારી દેશભક્તિમાં કોઈ કમી નથી. ભીડ અને તિરંગો અરવિંદ કેજરીવાલ માટે નવી વાત નથી. દિલ્લી પંજાબ તો થઈ ગયું. હવે અમારું ગુજરાત' કહેતા જ લોકોએ બુમાબુમ કર્યું હતું.

  • Swagat
  • '25 વર્ષ આ લોકોએ રાજ કર્યું, એક મોકો અમને આપો'
    જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેમ છો? મજામા. કહીને ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું, નાની છોકરીની હાથમાં તિરંગો જોઈને દિલ ખુશ થઈ ગયું. મારે ભ્રષ્ટાચાર પૂરો કરવો છે. દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો. દિલ્હીમાં પૈસા વગર કામ થાય છે. પંજાબમાં 10 દિવસમાં ભ્રષ્ટાચાર પૂરો કર્યો. મારે રાજનીતિ નથી કરવી. ગુજરાતમાં પૈસા માગે છે? પૂછતા જ લોકોએ હામાં જવા આપ્યો. આ બાદ કેજરીવાલે કહ્યું, 25 વર્ષથી ભાજપ છે છતાં ભ્રષ્ટાચાર દૂર નથી થયો. હું કોઈ પાર્ટીની બુરાઈ નથી કરતો. હું ભાજપ કે કોંગ્રેસને હરાવવા નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતીઓને જીતાડવા આવ્યો છું. એક મોકો આમ આદમી પાર્ટીને આપો. 25 વર્ષ આ લોકોએ રાજ કર્યું. એક મોકો અમને આપો. પાંચ વર્ષ તમને ના ગમે તો બદલી દેજો.

    અરવિંદ કેજરીવાલ રોડ શો બાદ કહ્યું કે, દરેક લોકો અમારી જોડે તિરંગા લઈ ચાલ્યા તેમનો આભાર મને રાજનીતિ નહીં પરંતુ દેશભક્તિ કરતા આવડે છે. દિલ્હીમાં અમે સ્કૂલ અને હોસ્પિટલમાં સારી કરી. વીજળી 24 કલાક કરી. હવે પંજાબમાં ખાનગી સ્કૂલ ફી નહીં વધારે. 25000 નવી નોકરી. કોઈ પેપર નહીં ફૂટે. અમે દેશ અને ગુજરાતને જીતાડવા આવ્યા છીએ.

  • Gallery
  • રોડ શો જોવા ધાબા પર લોકો ચડતા ગેલેરીનો ભાગ તૂટ્યો
    રોડ શો જોવા માટે ધાબા પર વધુ સંખ્યામાં લોકો એકઠા થતા ત્યાં ગેલેરીનો ભાગ તૂટ્યો હતો. જો કે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. ભગવંત માન અને કેજરીવાલે લોકોને ખબર-અંતર પૂછીને તેમને ધ્યાન રાખવા કહ્યું હતું.

  • કેજરીવાલ-માનને જોવા ધાબા-છાપરાં પર ચડ્યા લોકો
    રોડ શો નિકોલ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી બાપુનગરબ્રિજ ડાયમંડ ચાર રસ્તા સુધી યોજાયો હતો. બંને નેતાની તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચ્યા હતા. નિકોલથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. રોડ શોને પગલે રૂટ પર તેમજ બંને નેતાનાં વાહન સાથે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘણા બધા લોકો રોડ શો જોવા ધાબા-છાપરાં પર ચડી ગયા હતા, જ્યારે સંતરામપુરથી કેટલાક કાર્યકરો વાજિંત્રો સાથે આવી પહોંચ્યા હતા.
  • રોડ શોને ટૂંકાવાયો
    આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ-શોના રૂટને રોડ શો શરૂ થવાના બે કલાક પહેલાં ટૂંકાવી દેતાં અનેક સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બન્ને નેતાના રોડ શોને ટૂંકાવી દેવામાં આવ્યો છે અને હવે નિકોલ ઉત્તમનગર પાસે આવેલા ખોડિયાર મંદિરથી રોડ શો શરૂ થશે. આ પહેલાં રોડ શો નિકોલ ગામના ખોડિયાર મંદિરથી શરૂ કરીને ઠક્કરબાપાનગર બ્રિજના છેડા સુધી હતો. રોડ-શોના રૂટને ટૂંકાવવા અંગેનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી.
  • અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમ વિશે ઘણી માહિતી મેળવી
  • ગાંધી આશ્રમની મુલાકાત લીધી
    આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને એના માટે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
  • બંને નેતાએ ગાંધી આશ્રમ વિશે ઘણી માહિતી મેળવી
    ગાંધી આશ્રમનાં કોમ્યુનિકેટર લતાબેને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમ વિશે ઘણી માહિતી મેળવી હતી. ભગવત માને ચરખા વિશે વાત કરી હતી. તેઓ ચરખા વિશે ઘણું જાણતા હતા. તેમણે જણાવ્યું હતું કે મેં પંજાબમાં પણ ચરખો ચલાવ્યો છે, પરંતુ અહીંના અને પંજાબના ચરખામાં ઘણો ફેર છે. એમાં ચરખાનું મોંઢિયું અલગ હોય છે, જેમાં દોરો ગૂંચવાય નહિ. બંને નેતાએ ગાંધીજીના ઘર હૃયકુંજની મુલાકાત લીધી હતી. 15 વર્ષ અહીં રહ્યા એના વિશે માહિતી મેળવી હતી. પ્રદર્શનની નિહાળતા સમયે તેમણે અનેક પ્રશ્નો પૂછ્યા હતા, જેમ કે મિલ મજૂરો જ્યારે હડતાળ પર ઊતર્યા ત્યારે તેઓ સાથે પણ તેઓ ઉભા રહ્યા હતા અને તેમના વિશે વાતચીત કરી હતી.
  • કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમમાં અડધો કલાક જેટલું રોકાયા હતાં. કેજરીવાલે કહ્યું હતું કે,આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં પહેલીવાર આવ્યો છું. એક્ટિવિસ્ટ હતો ત્યારે આવ્યો હતો. જેટલી વાર અહીં આવીએ છીએ એટલી વાર શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે છે કે અહીં ગાંધીજીની આત્મા વસે છે. ભગવંત માને કહ્યું હું જે ધરતી પરથી આવું છું એ શહીદોની ધરતી છે. પંજાબના દરેક ઘરમાં ચરખો છે. ત્યાંની મહિલાઓ પારંપરિક ગીતો ગાય છે અને ચરખાથી સૂતર પણ કાંતે છે.
  • હૃદયકુંજ નિહાળ્યું હતું. ત્યાર બાદ તેમણે રેંટિયો કાંત્યો હતો

     

  • હૃદયકુંજ ​​​​નિહાળીને રેટિંયો કાંત્યો
    ગાંધી આશ્રમની મુલાકાતને પગલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સવારથી જ ગાંધી આશ્રમમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આશ્રમમાં આવનારી દરેક વ્યક્તિને ચેક કરવામાં આવી હતી. તેમની પૂછપરછ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, 2 DCP અને એસીપી સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સમગ્ર હૃદયકુંજ નિહાળ્યું હતું. ત્યાર બાદ તેમણે રેંટિયો કાંત્યો હતો.

    બંને નેતા ગઈકાલે રાત્રે જ અમદાવાદમાં આવી ગયા હતા
    કેજરીવાલ અને ભગવંત માન ગત રાતે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલ પર પહોંચ્યા હતા. કેજરીવાલ અને ભગવંત માનની મુલાકાતને પગલે આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાં બેનરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં.

  • બેનરો ઉતારી લેવાતાં AAPના કાર્યકરોમાં રોષ
    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા બેનરો ઉતારી લેવામાં આવતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. શુક્રવારે બપોરે પણ અસારવા વિસ્તારમાં આ રીતે બેનર ઉતારી લેવાતાં હોબાળો મચ્યો હતો. ત્યારે ગઇકાલે મોડી રાત્રે પણ કોર્પોરેશનની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેનરો ઉતારીને ગાડીઓમાં ભરી લેવાતાં કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે બંને નેતાઓની અમદાવાદની મુલાકાતથી ભાજપ સરકાર ડરી ગઈ છે.
  • બંને નેતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે
    તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આથી રોડ-શો અને ગુજરાતની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા ગુજરાત AAPના નેતાઓએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી સુરક્ષામાં વધારો કરવાની માગ કરી હતી. આજે રોડ શો બાદ આવતીકાલે 3 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે. ત્યાર બાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે. તાજ સ્કાયલાઇન હોટલમાં જ તેઓ ચૂંટણી અંગે બેઠકો કરશે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.
  • ( Source - Divyabhaskar )