પરવાનગી:પાકિસ્તાનથી હવે માત્ર 1 પરિવાર 1 ભારતીયના ઘરની મુલાકાત લઇ શકશે

પરવાનગી:પાકિસ્તાનથી હવે માત્ર 1 પરિવાર 1 ભારતીયના ઘરની મુલાકાત લઇ શકશે

 
  • 2.5 વર્ષે પાકિસ્તાનીઓને ભારતના વિઝા
  • ભારત સરકારે 200થી વધુ પાકિસ્તાની પરિવારોને વાઘા બોર્ડરથી આવવાની અનુમતિ આપી છે. અઢી વર્ષ બાદ પાકિસ્તાની નાગરિકોને ભારતના વિઝા આપવામાં આવ્યા છે. પાકિસ્તાને પણ સામે 9 ભારતીયોને વિઝા આપ્યા છે. સૂત્રો અનુસાર, ભારત સરકારે માર્ચમાં 2,072 પાકિસ્તાની નાગરિકોને અમૃતસરના માર્ગ મારફતે ભારતમાં આવવાની પરવાનગી આપી છે.

    જોકે નાગરિકોના સ્તરે ભારતમાં પ્રવેશ મામલે હજુ પણ સરકાર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. પહેલાં એક ભારતીય પરિવાર 10 પાકિસ્તાની પરિવારોને યાત્રા માટે બોલાવી શકતો હતો પરંતુ, હવે એક ભારતીય પરિવાર એક જ પાકિસ્તાની પરિવારને મહેમાન તરીકે આમંત્રિત કરી શકે છે. તેને કારણે હજારો પાકિસ્તાની નાગરિકોને વિઝાથી વંચિત રહેવું પડ્યું છે. પાકિસ્તાનના જે નાગરિકોને વિઝા મળ્યા છે તેમાં મોટા ભાગના મધ્ય સિંધ પ્રાંત તેમજ હિન્દુ અને શીખ છે.

    નોંધનીય છે કે, પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર પછી બંને દેશોના સંબંધોમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. ગત વર્ષે બંને દેશોએ 2003ની સંઘર્ષવિરામ સમજૂતીને લાગુ કરવાની પ્રતિબદ્વતા જાહેર કરી હતી, જે કેટલાક અંશે લાગુ છે. સીમા પર કારણ વગર ગોળીબારના બનાવો ઘટ્યા છે. થોડાક દિવસો પહેલાં ભારતની એક મિસાઇલ ભૂલથી પાકિસ્તાનમાં પડી હતી જે ઘટનાને પાકિસ્તાને નજરઅંદાજ કરી છે જે બંને દેશોના સંબંધોમાં સુધારાના સંકેત તરીકે પણ જોવામાં આવે છે.