મોદીનું સરપંચોને સંબોધન:GMDC મેદાનમાં મોદીએ કેમ છો? કહીને સરપંચોને સંબોધ્યા, અંતે આ 8 વચનો માગીને ગામનો વિકાસ કરવા આહવાન કર્યું

મોદીનું સરપંચોને સંબોધન:GMDC મેદાનમાં મોદીએ કેમ છો? કહીને સરપંચોને સંબોધ્યા, અંતે આ 8 વચનો માગીને ગામનો વિકાસ કરવા આહવાન કર્યું

4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વડાપ્રધાન મોદી યૂપી, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવાની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા ગુજરાતમાં છે. પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદના એરપોર્ટથી કમલમ સુધી બે કલાક રોડ શો કર્યો હતો. ત્યારબાદ ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ રાજભવન ગયા હતા. જ્યાંથી સાડા ચાર વાગ્યે GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં આવ્યા હતા. જ્યાં તેમણે પાંચ ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું. તેમજ 5 વાગ્યાથી 40 મિનિટ સુધી પંચાયતના પ્રતિનિધિઓ સાથે ઘરના ડાયરાની જેમ વાતો કરી હતી. PM મોદીએ 3 મિનિટ હિન્દીમાં સંબોધન કર્યું, પછી કેમ છો બધાં કહી ગુજરાતીમાં સંબોધ્યા હતા. પીએમ મોદીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સરપંચોને સંબોધન કરવાની સાથે નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું. કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા શરૂ થઈ હશે તેનું લખાણ હશે ક્યારે શરૂ થઈ તેનું. દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે. ત્યારે આવો જાણીએ કે પીએમ મોદીએ ક્યા નાના નાના કામના વચનો માગ્યા કે જેના થકી ગામનો સર્વાંગી વિકાસ કરી શકાય.