રાષ્ટ્રપતિ પદ માટે રશિયાનો નવો ખેલ:રશિયા જેમને યુક્રેનના રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છે છે તે વિક્ટર યાનુકોવિચ કોણ છે; આ સ્પર્ધામાં અન્ય કયા ચહેરા છે તે જાણો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એક મહત્વની માહિતી સામે આવી છે. યુક્રેનના મીડિયાના દાવા પ્રમાણે રશિયા રાષ્ટ્રપતિ યુક્રેનના રાજનેતા વિક્ટર ફેડોરોવિચ યાનુકોવિચને યુક્રેનના નવા રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છે છે. મળતી માહિતી પ્રમાણે યાનુકોવિચ અત્યારે મિન્સ્ક નામના શહેરમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સખત વિરોધી માનવામાં આવે છે. આ સાથે પુતિન યુક્રેન મુદ્દે એક મોટો ખેલ પાડવાની ફિરાકમાં છે. તે વિક્ટર યાનુકોવિચને યુક્રેનના રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છે છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો દાવો યુક્રેનના મીડિયામાં પણ કરવામાં આવ્યો છે કે રશિયા રાષ્ટ્રપતિ યાનુકોવિચને યુક્રેનની સત્તા સોંપવા માગે છે.
વિક્ટર યાનુકોવિચ કોણ છે?
યુક્રેનની ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે યુક્રેનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ યાનુકોવિચ વર્તમાન સમયમાં બેલારુસના મિન્સ્કમાં છે, અને ક્રેમલિન વર્તમાન સમયમાં એક ખાસ અભિયાન હેઠલ તૈયારી કરી રહ્યું છે. યુક્રેનના મીડિયા પ્રમાણે ક્રેમલિન તેને યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવાનો પ્રયત્ન કરશે. મળતી માહિતી પ્રમાણે ક્રેમલિન ભૂતપુર્વ રાષ્ટ્રપતિ યાનુકોવિચને યુક્રેન પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે અને આ સાથે એવું માનવામાં આવે છે કે કીવ પર કબજો કર્યાં બાદ વિક્ટરને યુક્રેનના હવે પછીના રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવામાં આવી શકે છે.
પશ્ચિમના ભાગેડુ માને છે
અત્રે ઉલ્લેખનીય છે કે વિક્ટર યાનુકોવિચ ખૂબ જ લોકપ્રિયતા સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓ યુક્રેનના દોનેત્સક વિસ્તારમાં રહે છે, જ્યા રશિયા સમર્થિત અલગતાવાદીઓ રહે છે. પશ્ચિમી દેશોના ભારે દબાણ બાદ તેમણે યુક્રેન છોડવું પડ્યું હતું અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘણા નજીકના માનવામાં આવે છે. જોકે વિક્ટર યાનુકોવિચ સામે અનેક ભ્રષ્ટાચારના આરોપો લાગી ચુક્યા છે અને તેઓ સંપૂર્ણ કમ્યુનિસ્ટ નેતા છે. યાનુકોવિચને સંપૂર્ણપણે રશિયા સમર્થિત માનવામાં આવે છે અને આ માટે પશ્ચિમના દેશો તેમને બિલકુલ પસંદ કરતા નથી અને અત્યારે ભાગેડુ માને છે.