નેક્સ્ટ જનરેશન સ્ટેપ:ઈમિગ્રેશન સરળ બનાવવા ચિપ ધરાવતા ઈ-પાસપોર્ટ અપાશે

નેક્સ્ટ જનરેશન સ્ટેપ:ઈમિગ્રેશન સરળ બનાવવા ચિપ ધરાવતા ઈ-પાસપોર્ટ અપાશે

 
  • વિદેશ સચિવ સંજય ભટ્ટાચાર્યે એક ટિ્વટ કરીને આ જાહેરાત કરી
  • ભારતીય નાગરિકોને ટૂંક સમયમાં જ નેક્સ્ટ જનરેશન ગણાતા ઈ-પાસપોર્ટ આપવાની શરૂઆત થઈ શકે છે. વિદેશ સચિવ સંજય ભટ્ટાચાર્યે એક ટિ્વટ કરીને આ જાહેરાત કરી છે. આ પાસપોર્ટમાં જે તે નાગરિકનો બાયોમેટ્રિક ડેટા સ્ટોર થશે. ઈ-પાસપોર્ટના અનેક ફાયદા છે, જેમ કે આ પાસપોર્ટથી ભારતીય નાગરિકોની ઈમિગ્રેશન પ્રક્રિયા આખા વિશ્વમાં વધુ સરળ થઈ જશે.
  • આ ઉપરાંત નકલી પાસપોર્ટના નેટવર્કને ખતમ કરવા માટે પણ આ નિર્ણય મહત્ત્વનો છે. આ પાસપોર્ટમાં નાગરિકોએ વ્યક્તિગત માહિતી તરીકે ડિજિટલ સિગ્નેચર ચિપમાં સ્ટોર કરાશે. તેને પાસપોર્ટ બુકલેટમાં પણ સામેલ કરાશે. જો કોઈ વ્યક્તિ ચિપ સાથે છેડછાડ કરશે તો સિસ્ટમમાં તેની પણ જાણ થઈ જશે અને પાસપોર્ટ વેરિફિકેશન પણ નાબૂદ થઈ જશે.

  •  

    કેન્દ્રએ ઈ-પાસપોર્ટ માટે ઈલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ ઈનલેઝની ખરીદી માટે નાસિકની સંસ્થા ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસ (આઈએસપી)ને મંજૂરી આપી છે. આ સંસ્થા દ્વારા ટેન્ડર અને ખરીદી પ્રક્રિયાનું કામ પૂરું થયા પછી ઈ-પાસપોર્ટનું નિર્માણ શરૂ કરવાની યોજના છે.