NEW YEAR PARTY:થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે ઉદયપુર, ગોવા અને શિવરાજપુર બીચ અમદાવાદીઓની પસંદ

NEW YEAR PARTY:થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે ઉદયપુર, ગોવા અને શિવરાજપુર બીચ અમદાવાદીઓની પસંદ

 
  • પાર્ટી માટે પરવાનગી ના હોવાથી લોકોનું રાજસ્થાન,ગોવા અને કચ્છ માટે બુકિંગ
  • ન્યયૂરનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે સિટીના દરેક ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રૂપમાં થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશનની વાતો થઇ રહી છે. સિટીમાં રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી લાગુ થઇ જતો હોવાથી અને પાર્ટી માટે પરવાનગી ના હોવાથી સિટીના મોટા ઓયોજકોએ આ વર્ષે પાર્ટી નહિ યોજવાનો નિર્ણય કર્યો છે ત્યારે અમદાવાદીઓએ સેલિબ્રેશનનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. સિટી ભાસ્કરે શહેરના ટૂર એન્ડ ટ્રાવેલ ઓર્ગેનાઇઝર્સ સાથે વાત કરતા જાણવા મળ્યંુ કે અમદાવાદીઓ આ વર્ષે નવા વર્ષનું સ્વાગત ઉદયપુર, જેસલમેર, ગોવા, કચ્છ અને શિવરાજપુર બીચ પર મનાવવાનો પ્લાન કરી લીધો છે. રાજસ્થાનના બુકિંગમાં 60 ટકા, ગોવાના બુકિંગમાં 25 ટકાનો વધારો થયો છે. આ સાથે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ લોકોની પસંદ બન્યુ છે

    ગોવાના સનબર્નના સારા બુકિંગ છે
    ગોવામાં સનબર્ન માટેના બુકિંગ અને દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ માટે સારા એવા બુકિંગ થયા છે. કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ પણ ન્યુયર સેલિબ્રેશન માટે લોકોની પ્રાયોરિટીમાં છે. - અંકિતા પટેલ, વિકેન્ડ વેકેન્સી

    60 ટકા બુકિંગ રાજસ્થાનના છે
    એક-બે મહિના પહેલા જ ગોવા અને રાજસ્થાનના બુકિંગ થઇ ગયા હતા જેમાંથી 60 ટકા બુકિંગ માત્ર રાજસ્થાનના જ છે.મેરેજ સિઝનના કારણે સિમલા અને મનાલીના પણ બુકિંગ છે. - કમલેશ દેસાઇ, સ્પાર્ક હોલિડે

    લોકોને ડર છે પણ પાર્ટી તો કરવી છે
    કોરોનાનો ડર તો છે પણ લોકોને એન્જોય પણ કરવંુ છે. ન્યુયર પાર્ટીના સેલિબ્રેશન માટે ડોમેસ્ટિક ટ્રાવેલિંગ બુકિંગમાં 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.રાજસ્થાન લોકની પહેલી પસંદ છે - દેવર્ષ કોઠારી, એટલાન્ટા વર્લ્ડ ટ્રાવેલ્સ

    ​​​​​​​પ્રાઇવેટ પાર્ટીમાં બુકિંગ કન્ફર્મ છે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે અમદાવાદમાં અને તેની આસપાસ પ્રાઇવેટ વિલામાં પાર્ટીનું આયોજન થઇ રહ્યું છે. પ્રાઇવેટ પાર્ટીમાં અનપ્લગ નાઇટ માટે બુકિંગ પણ મળ્યા છે. - ગિરીશ ચાવલા, સિંગર

    પ્રાઇવેટ વિલા પાર્ટી માટે પણ લોકો 1.5 લાખ ખર્ચે છે
    પાર્ટીમાં સાઉન્ડમાં લોકો 1.5 લાખ જેટલો ખર્ચ કરતા હોય છે આ વર્ષે પણ અમદાવાદના કેટલાક પ્રાઇવેટ વિલા અને ફાર્મહાઉસમાં પ્રાઇવેટ પાર્ટી માટે બુકિંગ મળ્યું છે. મોટાં આયોજન નથી થઇ રહ્યા પણ મોટા પ્રમાણમાં ફાર્મહાઉસ પાર્ટી થઇ રહી છે. - ડી.જે યશ