પહેલાં મુર્ગી કે, પહેલાં ઈંડું? વિજ્ઞાાનીઓએ જવાબ શોધ્યો : પહેલાં મુર્ગી આવી હતી

પહેલાં મુર્ગી કે, પહેલાં ઈંડું? વિજ્ઞાાનીઓએ જવાબ શોધ્યો : પહેલાં મુર્ગી આવી હતી

મુર્ગી  કેમ બની  તેનો જવાબ મળ્યો નથી

બ્રિટનની શેફીલ્ડ અને વૉરવિક યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ આપેલાં તારણ ઉપર ડૉ. કૉલીન ફ્રીમૈને વધુ પ્રકાશ પાડયો

લંડન : દુનિયામાં પહેલાં મુર્ગી આવી કે પહેલા ઈંડું? વર્ષોથી વિજ્ઞાાનીઓ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા. હવે બ્રિટનના વિજ્ઞાાનીઓએ તેનો જવાબ શોધી કાઢ્યો છે. તેમના કહેવા પ્રમાણે દુનિયામાં સૌથી પહેલાં મુર્ગી આવી હતી.

બ્રિટનની શેફીલ્ડ અને વૉરવિક યુનિવર્સિટીના સંશોધકોએ આ તારણ આપ્યું છે. જે પ્રમાણે દુનિયામાં પહેલાં મુર્ગી આવી હતી, ઈંડું નહીં. આ સંશોધન અંગે વધુ પ્રકાશ પાડતા ડૉ. કૉલિન ફ્રીમેનનું કહેવું છે કે ઈંડુ બનાવવા માટે ઑવાંક્લા ઈડીન નામનાં પ્રોટિનની જરૂર હોય છે. આ ખાસ પ્રકારનું પ્રોટિન મુર્ગી ગર્ભવતી થાય તે દરમિયાન તેનાં ગર્ભાશયમાં જ બને છે. આથી સ્પષ્ટત- કહી શકાય કે, પહેલાં મુર્ગી આવી હતી, ઈંડું નહીં.

આ સંશોધન માટે તે વિજ્ઞાાનીઓએ હાઈટેક કોમ્પ્યુટર હેક્ટર (એચઈસીટીઑઆર)નો ઉપયોગ કર્યો હતો. તેમાં ઈંડાંનાં ઉપલા પડનાં મોલેક્યુલર સ્ટ્રક્ચર વિષે માહિતી મેળવી. તે દ્વારા જાણવા મળ્યું કે ઑવૉક્સાઈડીન પ્રોટિનની મદદથી કેલ્શ્યમ કાર્બોનેટ ઈંડાની સફેદીમાં (ઉપરના પડમાં) બદલાતું જતું જાય છે. પછી ધીરે ધીરે તે 'સફેદી' કડક બનતી જાય છે.

વિજ્ઞાાની ડૉ. કૉલીનનું કહેવું છે કે કેલ્સાઈટ ક્રીસ્ટલ મુર્ગીનાં હાડકા અને ઈંડાની સફેદની પડમાં જોવા મળે છે અને ઈંડું પૂરેપુરું તૈયાર થઈ જાય પછી બહાર આવે છે. મોટાભાગની મુર્ગીઓ ૨૪ થી ૩૬ કલાકમાં જ ઈંડા આપી દે છે. તેથી તાજાં ઈંડાને તુર્ત જ હઠાવી લેવા જોઈએ નહીં તો મુર્ગી જ્યાં સુધી ઈંડા પર બેસી રહેશે કે ત્યાં સુધી તે નવાં ઈંડા ન આપે.

મુર્ગી કઈ રીતે બની? તેનો જવાબ વિજ્ઞાાનીઓ શોધે છે તે અંગે ડૉ. કોલીનનું કહેવું છે કે, 'પહેલાં મુર્ગી કે પહેલુ ઈડું? તેનો જવાબ તો મળી ગયો. પરંતુ મુર્ગી કઈ રીતે વિકસી તેનો જવાબ હજી પણ મળી શક્યો નથી. દુનિયાભરના વિજ્ઞાાનીઓ તેનો જવાબ શોધવા મથામણ કરે છે.