સુવિધા:કોઈ પણ વિસ્તારનો રોડ ખરાબ હોય તો ફોટો પાડી મોબાઇલ એપ પર ફરિયાદ થઈ શકશે

સુવિધા:કોઈ પણ વિસ્તારનો રોડ ખરાબ હોય તો ફોટો પાડી મોબાઇલ એપ પર ફરિયાદ થઈ શકશે

માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના નામની મોબાઇલ એપ લોંચ કરી

 

લોકોને ખરાબ રોડની ફરિયાદ માટે કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે માટે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના નામની એપ્લિકેશન તૈયાર કરી છે. ખરાબ રોડનો ફોટો પાડીને કોઇપણ નાગરિક ફરિયાદ કરી શકશે.

પૂર્ણેશ મોદીએ કહ્યું કે આ એપ્લિકેશનમાં કોઇપણ વ્યક્તિ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડની ક્ષતિ માટે મોબાઇલમાં જીપીએસ લોકેશન ઓન કરી ક્ષતિગ્રસ્ત રોડનો ફોટો પાડી અપલોડ કરી શકશે. આ ફરિયાદ સર્વર માટે સંબંધિત સેક્શન અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરને ઇમેઇલથી જાણ થશે. ફરિયાદ દૂર થયેથી એપમાં તેની એન્ટ્રી થશે જેથી અરજદારને તેની જાણ પણ થશે. આ રસ્તો રાજ્ય વિભાગ, પંચાયત કે નેશનલ હાઇવે છે તે જાણવાની પણ અરજદારને જરૂર નથી. મોબાઇલના જીપીએસ લોકેશન આધારિત ફોટોગ્રાફથી રોડ સાથે સંકળાયેલા ઇજનેરોને આપોઆપ જાણ થશે.