ચીન બન્યો દુનિયાનો સૌથી અમીર દેશ:અમેરિકાને પાછળ છોડ્યું; 20 વર્ષમાં દુનિયાના સંપત્તિ 3 ગણી જ્યારે ચીનની સંપત્તિ 16 ગણી વધી

ચીન બન્યો દુનિયાનો સૌથી અમીર દેશ:અમેરિકાને પાછળ છોડ્યું; 20 વર્ષમાં દુનિયાના સંપત્તિ 3 ગણી જ્યારે ચીનની સંપત્તિ 16 ગણી વધી

વિશ્વની મહાશક્તિ ગણાતા અમેરિકાને પાછળ છોડીને ચીન સૌથી અમીર દેશ બની ગયો છે. દુનિયાભરના દેશોની બેલેન્સ શીટ પર નજર રાખનારી મેનેજમેન્ટ કન્સલ્ટેન્ટ મેકેન્ઝે એન્ડ કંપનીની રિસર્ચ બ્રાંચના રિપોર્ટ મુજબ છેલ્લાં 20 વર્ષમાં દુનિયાની સંપત્તિ 3 ગણા વધી છે. પરંતુ આ ઉછાળામાં ચીનની ભાગેદારી એક તૃતિયાંશ એટલે કે લગભગ 33% છે એટલે કે ચીનની સંપત્તિ લગભગ 16 ગણી વધી છે.

રિપોર્ટ મુજબ વર્ષ 2000માં દુનિયાની કુલ સંપત્તિ 156 ખરબ ડોલર હતી, જે 2 દશકા બાદ એટલે કે વર્ષ 2020 પછી વધીને 514 ખરબ ડોલર થઈ ગઈ છે. જ્યારે 2000માં ચીનની કુલ સંપત્તિ 7 ખરબ ડોલર હતી, જે વર્ષ 2020માં ઝડપથી વધીને 120 ખરબ ડોલર પહોંચી ગઈ છે.

બમણી થઈ અમેરિકાની સંપત્તિ
અમેરિકાની સંપત્તિ છેલ્લાં 20 વર્ષમાં વધીને બમણી થઈ છે. વર્ષ 2020માં અમેરિકાની સંપત્તિ 90 ખરબ ડોલરે પહોંચી હતી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ અહીં પ્રોપર્ટીના ભાવમાં કોઈ ખાસ વધારો ના થયો હોવાને કારણે અમેરિકાની સંપત્તિ ચીનની તુલનાએ ઓછી છે અને તેઓ પોતાનું નબર 1નું સ્થાન ગુમાવી ચુક્યા છે.

ચીન અને અમેરિકાના ધનનો મોટો ભાગ કેટલાંક લોકો સુધી જ સીમિત
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીન અને અમેરિકાના ધનનો મોટો ભાગ કેટલાંક અમીર લોકો સુધી જ સીમિત રહી ગયો છે. રિપોર્ટ મુજબ આ બંને દેશોમાં 10% વસ્તીની પાસે સૌથી વધુ ધન છે. રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ પણ કરાયો છે કે આ દેશોમાં અમીરોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેના કારણે અમીર અને ગરીબ દેશોની વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે.

કુલ સંપત્તિનો 68% ભાગ અચલ સંપત્તિ તરીકે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કુલ વૈશ્વિક સંપત્તિનો 68% ભાગ અચલ સંપત્તિ તરીકેનો છે, જ્યારે અન્ય સંપત્તિમાં બુનિયાદી માળખું, મશીનરી અને ઉપકરણ જેવી વસ્તુઓ સામેલ છે.

ભારતની તુલનાએ ચીનની નેટવર્થ 8 ગણીથી પણ વધુ
ક્રેડિટ સુઇસના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ મુજબ ઓક્ટોબર 2019માં ઈન્ડિયાની નેટવર્થ 12.6 ખરબ ડોલર પર હતી. જે ચીનની નેટવર્થ 120 ખરબ ડોલરની તુલનાએ 8 ગણીથી પણ ઓછી છે. જો કે 2019 પછી ભારતની નેટવર્થ અંગે કોઈ જ જાણકારી આપવામાં નથી આવી.