અમેરિકી સંસદમાં નવુ બિલ રજૂ કરાયું : હવે USAમાં પણ દિવાળીના દિવસે નેશનલ હોલિડે મળી શકે છે

અમેરિકી સંસદમાં નવુ બિલ રજૂ કરાયું : હવે USAમાં પણ દિવાળીના દિવસે નેશનલ હોલિડે મળી શકે છે

અમેરિકાની સંસદમાં દિવાળી પર્વ નિમિત્તે એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. ન્યૂયોર્કના સાંસદ કેરોલિન બી મેલોનીના નેતૃત્વ હેઠળ સાંસદોએ આ બાબતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે દિવાળીને નેશનલ હોલિડે ઘોષિત કરવા માટે પ્રતિનિધિ સભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. મેલોનીએ એક કાર્યક્રમમાં કહ્યું ઈન્ડિયન કોક્સના સભ્યો સાથે આ સપ્તાહે દિવાળી દિવસ અધિનિયમ રજૂ કરીને હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું, તેનાથી કાયદા પ્રમાણે દિવાળીના દિવસે જાહેર રજા મળી શકશે.

આ ઐતિહાસિક બિલની રજૂઆતમાં ભારતીય-અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ સહિત અનેક સાંસદો સામેલ હતા. કૃષ્ણમૂર્તિએ પ્રકાશના તહેવાર દિવાળીને ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને માન્યતા આપતા યુએસ કોંગ્રેસમાં એક ઠરાવ પણ રજૂ કર્યો છે. મેલોનીએ જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી કોવિડ-19ના અંધકારમાંથી દેશની પ્રગતિને સૂચવે છે. તેમણે કહ્યું, "અંધકાર પર પ્રકાશની જીત, અને અજ્ઞાનતા પર જ્ઞાનની શોધની ઉજવણી કરતાં મને તમારી સાથે ગર્વ છે. ખરેખર વર્ષે દિવાળી કોવિડના અંધકારમાંથી બહાર નીકળવા માટે આપણા દેશની સતત યાત્રાનું પ્રતીક છે.

દુનિયાભરના પ્રવાસિઓ માટે સન્માન
આ અગાઉ કૃષ્ણમૂર્તિએ પ્રતિનિધિ સભામાં પ્રસ્તાવ રજૂ કર્યા બાદ કહ્યું કે દિવાળીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને સ્વિકાર કરનારો આ પ્રસ્તાવ આ મહત્વપૂર્ણ અવસર પર ભારતવંશી અમેરિકનો અને દુનિયાભરમાં પ્રવાસી ભારતીયો માટે ભારે સન્માન વ્યક્ત કરે છે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે દિવાળીના વિશાળ ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને માન્યતા આપવા માટે આ પ્રસ્તાવને રજૂ કરીને મને ગર્વ થઈ રહ્યો છે.

અંધકાર પર પ્રકાશ હાવી થઈ રહ્યો છે
તેમણે કહ્યું મહામારી દરમિયાન દિવાળી મનાવતા મને આશા છે કે આપણે જોઈશું કે દુનિયામાં અંધકાર પર પ્રકાશ હાવી થઈ રહ્યો છે. પોતાના ઘરોમાં દિવાળી મનાવતા પરિવારોના હિતની હું કામના કરી રહ્યો છું અને દરેકના સારા સ્વાસ્થ્યની હું પ્રાર્થના કરી રહ્યો છું.