નવા વર્ષે સંબંધોમાં મીઠાશ : વણસેલા સંબંધોને મધુર બનાવશે વાસ્તુ, સરળ ઉપાયો દ્વારા પરિવારમાં વધારો સુખ શાંતિ

નવા વર્ષે સંબંધોમાં મીઠાશ : વણસેલા સંબંધોને મધુર બનાવશે વાસ્તુ, સરળ ઉપાયો દ્વારા પરિવારમાં વધારો સુખ શાંતિ

નવા વર્ષનું આગમન થયુ છે. ત્યારે પરિવારમાં સંબંધોમાં રહેલી કડવાશ દૂર થાય તો આખુય વર્ષ સુખશાંતિ જળવાય છે. વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલા સરળ અને અસરકારક ઉપાયો દ્વારા આપના પરિવારમાં સંબંધોની મીઠાશ વધશે. જાણીતા વાસ્તુ એક્સપર્ટ ડો. હેતલ પ્રજાપતિ જણાવે છે આવા સરળ ઉપાય.

પતિ-પત્નીના સંબંધોને બનાવો મધુર દાંપત્ય જીવનમાં સાતત્ય જળવાય તે માટે ઘરનો બેડરુમ ઘણો મહત્વનો ગણાય છે. તેથી બેડરુમમાં વાસ્તુના સરળ ઉપાયો કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર બને છે. બેડરુમની દિવાલોનો રંગ આછો રાખવો. ડાર્ક રેડ, ડાર્ક પર્પલ જેવા રંગો બેડરુમની દિવાલોમાં ન કરવા. ઘરના મુખ્ય રુમ માટે વાસ્તુ ઉપાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય રુમમાં તમે પરિવારનો ફોટો રાખી શકો છો. એમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મનમેળ વધે છે. તો વળી, મુખ્યરુમના કોઈ ખૂણે વાંસળી પણ રાખી શકાય. લવ બર્ડ્સની તસવીર કે પ્રતિમા રાખવાથી પણ પરિવારમાં વણસેલા સંબંધો સુધરે છે. તો વળી લાફીંગ બુદ્ધાની પ્રતિમા પરિજનોના મન શાંત કરે છે.

ક્રિસ્ટલ દ્વારા કરો સરળ વાસ્તુ ઉપાય વાસ્ત્રુશાસ્ત્રમાં ક્રિસ્ટલનું ઘણું જ મહત્વ છે. પરિવારમાં સંબંધોની મીઠાશ જાળવવા ક્રિસ્ટલના ઉપાય પણ કરી શકાય. એ માટે રોઝ ક્વાર્ટ્સ ક્રિસ્ટલ કાચના બાઉલમાં ઘરના મુખ્યરુમમાં રાખવો જોઈએ. બેડરુમમાં આ ક્રિસ્ટલ રાખવાથી પણ પતિ-પત્નીના સંબંધોમાં સુધાર આવે છે અને દાંપત્યજીવન મધુર બને છે.