કાલે દિવાળી:લક્ષ્મી પૂજા માટે દિવસભર 5 શુભ મુહૂર્ત રહેશે, પૂજાની સરળ વિધિ, આરતી અને ધ્યાન રાખવામાં આવતી બાબતો

કાલે દિવાળી:લક્ષ્મી પૂજા માટે દિવસભર 5 શુભ મુહૂર્ત રહેશે, પૂજાની સરળ વિધિ, આરતી અને ધ્યાન રાખવામાં આવતી બાબતો

દિવાળીના દિવસે મહાલક્ષ્મીજી પ્રગટ થયાં હતાં, એટલે લક્ષ્મી પૂજાની પરંપરા શરૂ થઈ

પદ્મ પુરાણ કહે છે આસો મહિનાની અમાસના દિવસે દીપદાન કરવાથી બધા જ પાપ દૂર થાય છે

 

કાલે મહાલક્ષ્મી પૂજા અને દિવાળી પર્વ ઊજવવામાં આવશે. ભાગવત અને વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે સમુદ્ર મંથનમાંથી આસો મહિનાની અમાસ તિથિએ લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. ત્યાં જ, વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્ન થયાં હતાં. એટલે આ દિવસે લક્ષ્મી પૂજાની પરંપરા છે. સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે દીપદાન કરવું જોઈએ, તેનાથી પાપ નષ્ટ થાય છે. હાથી પર બેઠેલા લક્ષ્મીજીની પૂજાને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

દિવાળીના દિવસે દીવાનું પૂજન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે લક્ષ્મી પૂજા કરતા પહેલાં કળશ, ભગવાન ગણેશ, વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર અને દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે દિવાળીના દિવસે તુલા રાશિમાં ચાર ગ્રહોના આવવાથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ દિવસે કરવામાં આવતી પૂજાનું શુભફળ જ મળશે.

પૂજા વિધિઃ કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે(આ જ્યોતિષની દેખરેખ હેઠળ જ રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું)

પોતાના ઉપર, આસન અને પૂજા સામગ્રી ઉપર 3-3 વાર કુશા કે ફુલ દ્વારા જળ છાંટવું અને આ શુદ્ધિકરણ મંત્ર બોલવો-

ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा।
यःस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यंतर: शुचिः।।

આ મંત્ર બોલીને આચમન કરો અને હાથ સાફ કરો-

ૐ કેશવાય નમઃ, ૐ માધવાય નમઃ, ૐ નારાયણાય નમઃ, ૐ ઋષિકેશાય નમઃ

અનામિકા આંગળીથી ચંદન/નાડાછડી બાંધતી સમયે આ મંત્ર બોલો-

चन्दनस्य महत्पुण्यम् पवित्रं पापनाशनम्आपदां हरते नित्यम् लक्ष्मी तिष्ठतु सर्वदा।

કળશ પૂજા-
કળશમાં જળ ભરીને તેમાં સિક્કો, સોપારી, દુર્વા, ચોખા, તુલસી પાન રાખવા પછી કળશ ઉપર આંબાના પાન રાખો. નારિયેળ ઉપર વસ્ત્ર લપેટીને કળશ ઉપર રાખો. હાથમાં ફૂલ-ચોખા લઈને વરૂણ દેવતાનું આવાહન મંત્ર વાંચીને કળશ ઉપર રાખો-

आगच्छभगवान् देवस्थाने चात्र स्थिरोभव।
यावत् पूजा समाप्ति स्यात् तावत्वं सुस्थिरो भव।।

પછી કળશમાં કુબેર, ઇન્દ્ર સહિત બધા જ દેવી-દેવતાઓનું સ્મરણ કરીને આવાહન અને પ્રણામ કરો.

ભગવાન ગણેશ, વિષ્ણુ, ઇન્દ્ર અને કુબેર પૂજા વિધિ-
લક્ષ્મીજીની પૂજા કરતા પહેલાં ભગવાન ગણેશનું પૂજન કરવું. ૐ ગં ગણપતયે નમઃ મંત્ર બોલીને ગણેશજીને સ્નાન કરાવ્યા પછી બધી પૂજન સામગ્રી ચઢાવો. તે પછી હાથમાં ચોખા-ફૂલ લઈને કુબેર, ઇન્દ્ર અને ભગવાન વિષ્ણુની મૂર્તિ ઉપર ચઢાવીને મંત્ર બોલો, सर्वेभ्यो देवेभ्यो स्थापयामि। इहागच्छ इह तिष्ठ। नमस्कारं करोमि। પછી सर्वेभ्यो देवेभ्यो नम: બોલીને બધા દેવતાઓ ઉપર પૂજન સામગ્રી ચઢાવો.

દેવી સરસ્વતીની પૂજા-
ચોખા-ફૂલ લઈને સરસ્વતીજીનું ધ્યાન કરીને આવાહન કરો. પછી ૐ સરસ્વત્યૈ નમઃ, મંત્ર બોલીને એક-એક કરીને બધી પૂજન સામગ્રી ચઢાવો. સાથે જ આ મંત્રથી પેન, પુસ્તક અને ચોપડાની પૂજા કરો. તેના પછી જ લક્ષ્મી પૂજા શરૂ કરો.

દીપમાલિકા (દીવા) પૂજન-

  • એક થાળીમાં 11, 21 કે તેનાથી વધારે દીવા પ્રગટાવીને મહાલક્ષ્મીજી પાસે રાખો.
  • એક ફૂલ અને થોડા પાન હાથમાં લો. તેની સાથે બધી પૂજન સામગ્રી પણ લો.
  • તે પછી ૐ દીપાવલ્યૈ નમઃ મંત્ર બોલીને ફૂલ પાનને બધા જ દીવા ઉપર ચઢાવો અને દીપમાલિકાઓની પૂજા કરો.
  • દીવાની પૂજા કરીને સંતરું, શેરડી, અનાજ વગેરે પદાર્થ ચઢાવો. અનાજ ભગવાન ગણેશ, મહાલક્ષ્મી તથા અન્ય દેવી-દેવતાઓને પણ અર્પણ કરો.