ફેસબુકને પછાડીને બિટકૉઇન 87 લાખ કરોડ સાથે 8મા ક્રમે પહોંચ્યો, ચાંદી 98.5 લાખ કરોડ સાથે 7મા તો ગોલ્ડ 842 લાખ કરોડ સાથે પહેલા નંબરે

ફેસબુકને પછાડીને બિટકૉઇન 87 લાખ કરોડ સાથે 8મા ક્રમે પહોંચ્યો, ચાંદી 98.5 લાખ કરોડ સાથે 7મા તો ગોલ્ડ 842 લાખ કરોડ સાથે પહેલા નંબરે

ડેટા રિપોર્ટ: 112% ગ્રોથ થશે તો એપલથી આગળ વધી જશે બિટકૉઇન, વેલ્યૂ 17% વધશે તો ચાંદી કરતા આગળ

વિશ્વની ટોચની 10 એસેટની કુલ વેલ્યૂ 1,934 લાખ કરોડ રૂપિયા

12 વર્ષ પહેલાં બિટકૉઇનની કિંમત 6 પૈસા હતી, આજે એક કૉઇનની કિંમત 45 લાખ થઇ... ભારતમાં પ્રતિબંધની માગણી

વિશ્વની પાંચ સૌથી મોટી કંપનીઓની કુલ માર્કેટ કેપ 771 લાખ કરોડ, જ્યારે એકલા ગોલ્ડનું વેલ્યૂએશન 842.3 લાખ કરોડ

 

શનિવારે ફેસબુકને પાછળ રાખીને વર્ચ્યુઅલ કરન્સી બિટકૉઇન વિશ્વની 8મા ક્રમની સૌથી મૂલ્યવાન સંપત્તિ બની ગઈ છે. શનિવારે બિટકૉઇનનો રેટ 60 હજાર ડૉલર એટલે કે આશરે 45 લાખ રૂપિયા થઈ ગયો હતો. આ સાથે તેની કુલ વેલ્થ 87 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફેસબુક હવે 68.7 લાખ કરોડના વેલ્યૂએશન સાથે 9મા ક્રમે છે. એસેટ વેલ્યૂએશન, માર્કેટ રિસર્ચ કરતી વેબસાઇટ 8માર્કેટકેપ ડૉટ કૉમના રિપોર્ટ મુજબ વિશ્વની ટૉપ 10 વેલ્યૂએબલ એસેટમાં સોનુ 842 લાખ કરોડ સાથે પહેલા અને 179.5 લાખ કરોડ સાથે એપલ બીજા ક્રમે યથાવત છે. 98.5 લાખ કરોડ સાથે ચાંદી 7મા ક્રમે છે. બિટકૉઇન હવે તેના ઑલટાઇમ હાઇ કરતા માત્ર 2 હજાર ડૉલર પાછળ છે.

ક્રમ એસેટ/કંપની વેલ્યૂએશન
1 ગોલ્ડ 842.3 લાખ કરોડ
2 એપલ 179.5 લાખ કરોડ
3 માઇક્રોસોફ્ટ 171.4 લાખ કરોડ
4 સાઉદી અરામકો 149 લાખ કરોડ
5 આલ્ફાબેટ(ગૂગલ) 141.5 લાખ કરોડ
6 એમેઝોન 129.4 લાખ કરોડ
7 ચાંદી 98.5 લાખ કરોડ
8 બિટકોઇન 87 લાખ કરોડ
9 ફેસબુક 68.7 લાખ કરોડ
10 ટેસ્લા 66.3 લાખ કરોડ
  • બિટકૉઇનના રેટમાં વધારો થતા અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કને મોટો ફાયદો થયો છે.

વિશ્વની પાંચ સૌથી મોટી કંપનીઓની કુલ માર્કેટ કેપ 771 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે ગોલ્ડનું કુલ વેલ્યૂએશન 842.3 લાખ કરોડ રૂપિયા છે. જે આ પાંચેય કંપનીઓ કરતા વધુ છે. વિશ્વની ટોચની પાંચ કંપનીઓમાં એપલ, માઇક્રોસૉફ્ટ, સાઉદી અરામકો, આલ્ફાબેટ કોર્પોરેશન અને એમેઝોનનો સમાવેશ થાય છે.

ક્રિપ્ટોકરન્સી મુદ્દે કેન્દ્ર સરકારનું કૂણું વલણ
આ વર્ષના કેન્દ્રીય બજેટ અગાઉ સરકારે તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકતા બિલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બાદમાં જો કે બિલ સંસદમાં રજૂ કરવાને બદલે સરકારે કમિટીની રચના કરી હતી. આ કમિટી ક્રિપ્ટોને બૅન કરવા અંગે સરકારને સૂચન આપશે. શુક્રવારે દશેરાના દિવસે આરએસએસના વડા મોહન ભાગવતે પોતાના વાર્ષિક સંબોધનમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધનું સૂચન કર્યું હતું.

ટૉપ 5 ક્રિપ્ટોકરન્સીની વેલ્યૂ

કૉઇન કિંમત (રૂ.) માર્કેટ કેપ
બિટકૉઇન 45,96,764 87 લાખ કરોડ
ઇથેરિયમ 3,06,063 33.4 લાખ કરોડ
કારડાનો 174.62 5.3 લાખ કરોડ
ટેધર 77.96 5.10 લાખ કરોડ
રિપલ 91.29 3.90 લાખ કરોડ
પોલ્કાડૉટ 3358 2.90 લાખ કરોડ

ક્રિપ્ટોકરન્સીના સૌથી વધુ માલિક ભારતમાં, 10 કરોડથી વધારે
રતમાં બિટકોઇન, ઇથેરિયમ સહિતની ક્રિપ્ટોકરન્સીના 10 કરોડ કરતા વધારે યુઝર છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. મહત્ત્વની વાત એ છે કે ક્રિપ્ટોકરન્સી યુઝર્સની સંખ્યામાં ભારત પછીના ક્રમે અમેરિકા છે જ્યાં કુલ ક્રિપ્ટો ઑનર્સની સંખ્યા 2.74 કરોડ છે. રશિયામાં 1.74 કરોડ યુઝર્સ છે.

ઇલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા હવે બિટકૉઇન કરતા બે સ્ટેપ પાછળ
આજના વેલ્યૂએશન મુજબ બિટકૉઇન ટેસ્લા કરતા બે ક્રમ આગળ છે. બિટકૉઇન બર્કશાયર હેથવે કરતા પણ આગળ છે. શુક્રવારે બર્કશાયર હેથવેના કુલ શેરની કિંમત 636.97 અબજ ડોલર હતી. વૈશ્વિક ચાંદીના પુરવઠાની કુલ નેટવર્થને ક્રોસ કરવા માટે બિટકૉઇનની વેલ્યૂ 17.33% થી વધુ હોવી જોઈએ.

...એપલ કરતાં આગળ નીકળવા 112% ગ્રોથની જરૂર
બિટકૉઇને એપલને માત આપવા માટે 112 % ગ્રોથની જરૂર છે. બિટકૉઇન 182 હજાર ડૉલરે આંબી જશે ત્યારે સતોશી નાકામોતોના નામે જાણીતો બિટકૉઇનનો ક્રિએટર જેફ બેજોસને પછાડી વૈશ્વિનો સૌથી ધનિક બની જશે.