ખેડૂત આંદોલન અંગે સુપ્રીમકોર્ટનું કડક વલણ:હાઈવે હંમેશા બંધ કેવી રીતે રખાય : સુપ્રીમકોર્ટ

ખેડૂત આંદોલન અંગે સુપ્રીમકોર્ટનું કડક વલણ:હાઈવે હંમેશા બંધ કેવી રીતે રખાય : સુપ્રીમકોર્ટ

ખેડૂત આંદોલનને કારણે ગત 10 મહિનાથી બંધ દિલ્હીની સરહદો પર સુપ્રીમકોર્ટે ફરી નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમ.એમ.સુંદરેશની બેન્ચે કેન્દ્ર પર કટાક્ષ કરતાં કહ્યું કે પહેલાંથી જ અમે સ્પષ્ટ આદેશ આપી ચૂક્યા છીએ છતાં સરકાર તેને લાગુ કરાવી શકી રહી નથી. ખેડૂતો આટલા લાંબા સમય સુધી હાઈવેને કેવી રીતે બંધ રાખી શકે? આવું ક્યાં સુધી ચાલશે. સરકારે પગલાં ભરવા જોઈએ.

નોઈડા નિવાસી એક મહિલાએ દિલ્હીની સરહદે બેઠેલા ખેડૂતોને કારણે પડી રહેલી તકલીફોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને રોડ પરથી હટાવવાની માગ પણ કરી હતી.

ગુરુવારે હરિયાણા અને કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે ખેડૂતોને મનાવવા ભરપૂર પ્રયાસો કર્યા પણ તેમને રોડ પરથી હટાવવામાં સફળ થયા નથી. તેના પર બેન્ચે કહ્યું કે અમે એક વાત કેટલી વાર કહીએ કે કોઈ આંદોલનને કારણે અનિશ્ચિતકાળ માટે અવરોધી ના શકાય. આદેશ સ્પષ્ટ છે. આ ક્યાં સુધી ચાલશે?