હવે ચંદ્રના પ્રવાસની તૈયારી:ચંદ્ર પર 2024 સુધી જવા લાગશે પ્રવાસીઓ, કાયમી આવાસ બનશે; 4 લોકોનો ભોજનનો ખર્ચ 1500 કરોડ રૂપિયા

હવે ચંદ્રના પ્રવાસની તૈયારી:ચંદ્ર પર 2024 સુધી જવા લાગશે પ્રવાસીઓ, કાયમી આવાસ બનશે; 4 લોકોનો ભોજનનો ખર્ચ 1500 કરોડ રૂપિયા

હાલમાં જ સ્પેસ સ્ટેશન જનાર ક્રૂના એક સભ્યનો ખર્ચ લગભગ 400 કરોડ રૂપિયા થયો છે

 

અવકાશ પછી ચંદ્રનો પ્રવાસ વાસ્તવિકતામાં બદલાવા જઈ રહ્યો છે. અવકાશમાં જવાનો રસ્તો ખોલ્યા પછી, વિશ્વના બે સૌથી ધનિક ઉદ્યોગપતિ જેફ બેઝોસ અને એલોન મસ્ક આગામી 3-4 વર્ષમાં લોકોને ચંદ્ર પર લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. બંને દિગ્ગજોની કંપનીઓ ચંદ્ર પર ઉતરવા માટે લેન્ડર બનાવવામાં વ્યસ્ત છે. સ્પેસએક્સ પાસે પહેલેથી જ 8 એવા ગ્રાહકો છે, જે ચંદ્ર પર જવા માટે ગમે તેટલા રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે.

નાસાએ 5 કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે
મસ્કની સ્પેસએક્સ અને બેઝોસની બ્લૂ ઓરિજિન તે 5 કંપનીઓના ગ્રુપનો ભાગ છે, જેને નાસા દ્વારા ચંદ્રના સુગમ પ્રવાસની સુનિશ્ચિતતા કરવા માટે 1078 કરોડ રૂપિયાનો કરાર મળ્યો છે. નાસાએ આ આર્ટેમિસ મિશન કાર્યક્ર્મનું લક્ષ્ય ચંદ્ર પર પ્રથમ મહિલા અને અશ્વેત નાગરિકને મોકલવાની છે. નાસાએ હ્યૂમન લેંડિંગ સિસ્ટન પ્રોગ્રામ મેનેજર લીસા વાટસન મોર્ગન જણાવે છે કે સ્પેસએક્સ અને બ્લૂ ઓરિજિન સાથે સમજૂતીનો અર્થ આવનારી પેઢીઓ માટે ચંદ્રના નવા ક્ષેત્ર ખોલવા માટે નવી મજબૂત ઈકોનોમી વિકસિત કરવાની છે.

ચંદ્ર પર બનશે ઘર અને રોવર
કંપનીઓ ચંદ્ર પર નવા પાવર સિસ્ટમનું પરીક્ષણ કરશે. ત્યાં નવા આવાસ અને રોવર પણ બનાવવામાં આવશે. હ્યૂમન એક્સપ્લોરેશન એન્સ ઓપરેશન્સ માટે નાસાની એસોસિએટ એડમિનિસ્ટ્રેટર કૈથી લાઇડર્સએ ભાસ્કરને જણાવ્યુ હતું કે અમે સ્પેસ ઈન્ડસ્ટ્રીની સાથે કામ કરતાં ફરીથી લોકોને ચંદ્ર પર મોકલવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. આ યોજના સાથે જોડાયેલા અધિકારીઓનો અંદાજો છે કે એક કેપ્સૂલથી ચાર લોકોને મોકલવામાં લગભગ 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

જ્યારે, હાલમાં જ સ્પેસ સ્ટેશન જનાર ક્રૂના એક સભ્યનો ખર્ચ લગભગ 400 કરોડ રૂપિયા થયો છે. અંતરિક્ષમાં ચંદ્રનો પ્રવાસ ખર્ચાળ થશે. વર્જિન ગેલેક્ટિકે અંતરિક્ષની ટિકિટ 3.5 કરોડ રૂપિયા રાખી છે. સ્પેસએક્સ આ યાત્રાને સરળ બનાવવા માટે, સ્ટારશીપ નાસાની દેખરેખ હેઠળ રોકેટની રચના કરી રહી છે. તેના પ્રોટોટાઇપ મોડેલની ઘણી ફ્લાઇટ્સ સફળ રહી છે.

સ્ટારશિપમાં મૂનવોક માટે કેબિન હશે, તેનો ફરીથી પણ ઉપયોગ કરી શકાશે
નાસા ઓરિયન રોકેટ દ્વારા ચંદ્રની કક્ષામાં 4 અવકાશયાત્રીઓને મોકલશે. ત્યાંથી બે મુસાફરો લેન્ડિંગ સિસ્ટમની મદદથી ચંદ્ર પર ઉતરશે. તેઓ એક અઠવાડિયાના રોકાણ પછી પરત આવશે. આ માટે ફર્મને 21 હજાર કરોડ રૂપિયા મળશે. સ્પેસએક્સની ટીમ નાસાની જરૂરિયાતો અને માનવીય સંચાલિત અવકાશ ઉડાન માટેનાં ધોરણો અનુસાર લેન્ડર બનાવી રહી છે.

ચંદ્ર પર ઉતારવા માટે ડિઝાઇન કરવામાં આવેલ લેંડરને વારસામાં રેપ્ટર એન્જિન, ફોલ્કન અને ડ્રેગન વાહન મળ્યા છે. સ્ટારશિપમાં મુસાફરોના મૂનવોક માટે વિશાળ કેબિન પણ હશે. આ રોકેટનો ફરીથી ચંદ્ર પર મોકલવા માટે પણ ઉપયોગ થઈ શકશે.