અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ગ્રીનકાર્ડ આપવાની યોજના ઉપર બ્રેક વાગી

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ગ્રીનકાર્ડ આપવાની યોજના ઉપર બ્રેક વાગી

અમેરિકાની સંસદના ઉપલા ગૃહમાં બાઇડેન સરકારની પીછેહઠ 

અમેરિકામાં ગેરકાયદે ઘુસી ગયેલા હજારો ગુજરાતીઓનું સ્વપ્ન રોળાઇ ગયું : સેનેટમાં ઇમિગ્રેશન રિફોર્મ્સ ખરડો પસાર ન થયો

વોશિંગ્ટન : ભારતમાં અને ગુજરાતમાં ઠેર ઠેર ફરતાં એજન્ટોને લાખો રૂપિયા આપીને કોઇપણ રીતે વર્ષો પહેલાં ઘૂસી ગયેલા ભારતીયો અને વિશેષ કરીને ગુજરાતીઓનું સ્વપ્ન હાલ પુરતું રોળાઇ ગયું છે.

અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા ભારતીયો સહિતના લાખોની સંખ્યામાં અન્ય દેશોના નાગરિકોને કાયદેસરના નાગરિકો બનાવી તેઓને ગ્રીનકાર્ડ આપવા અમેરિકાની જો બાઇડેન સરકારે ઇમિગ્રેશન રિફોર્મ્સ નામનો એક ખરડો અમેરિકાની સંસદમાં દાખલ કર્યો હતો.

પરંતુ કમનસીબે આ ખરડો સંસદની સેનેટમાં (ઉપલું ગૃહ)માં પસાર થઇ શક્યો નહોતો, તેથી ગેરકાયદે રહેતાં લોકોને ગ્રીનકાર્ડ આપવાની બાઇડેન સરકારની યોજના ઉપર હાલ એક પ્રકારની બ્રેક વાગી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે જો બાઇડેન સરકાર અમેરિકામાં ગેરકાયદે વસતા તમામ વિદેશીઓને કાયદેસરના કરીને તેઓની પાસેથી ટેક્સ ઉઘરાવવાની એક યોજના બનાવી હતી અને તદઅનુસાર અમેરિકાના હાલના ઇમિગ્રેશનના કાયદાઓમાં સુધારા દર્શાવતા કેટલાંક સુધારા સાથેનો ખરડો સંસદમાં દાખલ કર્યો હતો પરંતુ સેનેટમાં તે પસાર ન થઇ શકતા પ્રમુખ બાઇડેન માટે આ એક મોટી પીઠેહટ ગણાવાઇ રહી છે. 

અમેરિકાની સેનેટમાં સેનેટર એલિઝાબેથ મેકડોનોએ સરકારની આ હિલચાલને ફગાવી દીધી હતી, સેનેટમાં થયેલી પીછેહટની પ્રતિક્રિયા ાપતાં સત્તાધારી ડેમોક્રેટીક પક્ષના સાંસદ અને ગૃહની બંધારણ અને નાગરિક અધિકારોની પેટા કમિટિના વાઇસ ચેરમેન ડેબ્રા રોસે કહ્યું હતું કે સેનેટનમા નિર્ણયથી તેમને ઘણી નિરાશા સાંપડી છે.

પરંતુ અમારી પાસે આ ખરડા સિવાયના અન્ય વિકલ્પો પણ મોજૂદ છે. ઉલ્લેખનીય છે કે સેનેટના આ નિર્ણયથી ગુજરાતી લોકો ઉપર વધુ અસર થઇ શકે છે કેમ કે ઘમી મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકામાં રહે છે.