ગરબા પરિવાર સાથે રમાશે, મોટા ભાગની સોસાયટીઓમાં ગેસ્ટની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે, વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત

ગરબા પરિવાર સાથે રમાશે, મોટા ભાગની સોસાયટીઓમાં ગેસ્ટની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે, વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ પાર્ટી પ્લોટ અને ક્લબના મોટા આયોજન ન થતા હોવાથી સોસાયટીના આયોજકોએ પોતાના મેમ્બર્સ માટે ગરબાનું આયોજન કરવાનંુ નક્કી કરી લીધંુ છે. અમદાવાદની તમામ મોટી સોસાયટીઓના પ્રતિનિધિઓએ ગણેશ વિસર્જન બાદ બીજા જ દિવસે ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજ વાતને લઇને સિટી ભાસ્કરે શહેરની કેટલીક સોસાયટીના પ્રતિનિધિ સાથે વાત કરતા જાણવા મળ્યું કે મોટાભાગની સોસાયટીમાં 9 દિવસ માટે ડીજે અને ઓર્કેસ્ટ્રા સાથે માત્ર મેમ્બર્સ માટે ગરબા યોજાશે અને વેક્સિન સર્ટિફિકેટ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે.