કર્મચારી કોઇ ચોક્કસ સ્થળે ટ્રાન્સફરનો આગ્રહ કરી શક નહીં : સુપ્રીમ કોર્ટ

કર્મચારી કોઇ ચોક્કસ સ્થળે ટ્રાન્સફરનો આગ્રહ કરી શક નહીં : સુપ્રીમ કોર્ટ

કંપની પોતાની જરૃરિયાત મુજબ કર્મચારીની ટ્રાન્સફર કરી શકે

સુપ્રીમે ૨૦૧૭ના અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી મહિલા લેકચરરની અરજી ફગાવી

કર્મચારી કોઇ ચોક્કસ જગ્યાએ ટ્રાન્સફર કરવાનો આગ્રહ કરી શકે નહીં અને કંઇ જગ્યાએ ટ્રાન્સફર કરવી તે કંપનીના હાથમાં છે અને તે પોતાની જરૃરિયાત મુજબ કર્મચારીની ટ્રાન્સફર કરી શકે છે તેંમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. 

૨૦૧૭ના અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી લેકચરરની અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. મહિલા લેકચરરે અમરોહા થી ગૌતમબુદ્ધ નગરમાં ટ્રાન્સફર કરવાની માગ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં અલ્લાહાબાદ હાઇકોર્ટે મહિલા લેક્ચરરની અરજીને ફગાવી દીધી હતી. ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝની બનેલી  ખંડપાીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે કર્મચારી કોઇ ચોક્કસ જગ્યાએ ટ્રાન્સફર કરવાનો આગ્રહ કરી શકે નહીં. કંપની પોતાની જરૃરિયાત મુજબ કર્મચારીની ટ્રાન્સફર કરી શકે છે. 

અલ્લાહાબાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે મહિલા  લેકચરર ડિસેમ્બર, ૨૦૦૦માં થયેલી નિમણૂકથી ઓગસ્ટ, ૨૦૧૩ સુધી એટલે કે ૧૩ વર્ષ સુધી ગૌતમ બુદ્ધ નગરની કોલેજમાં લેકચરર હતાં. હવે તે ફરીથી ત્યાં જ જવા માગે છે તે યોગ્ય નથી. 

હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે એક જ જગ્યાએ ૧૩ વર્ષ નોકરી કર્યા પછી ફરીથી તે જ જગ્યા પર મોકલવાનો આગ્રહ રાખવો યોગ્ય નથી.