ઈન્ડિયા અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં:ICCએ T-20 વર્લ્ડ કપના ગ્રુપની જાહેરાત કરી, ઈન્ડિયાના ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પણ સામેલ

ઈન્ડિયા અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં:ICCએ T-20 વર્લ્ડ કપના ગ્રુપની જાહેરાત કરી, ઈન્ડિયાના ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પણ સામેલ

 
  • T-20 વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે થશે
  • ઈન્ડિયા અને પાકિસ્તાન મેચના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે T-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં UAE ખાતે રમાશે, જેમાં ઈન્ડિયા અને પાકિસ્તાનને સુપર-12ના એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. આ બંને ટીમ ગ્રુપ-2માં છે, જેમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ સામેલ છે.

    વળી, સુપર-12ના ગ્રુપ-1માં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ કરાયો છે. દરેક ગ્રુપમાં 6-6 ટીમ હશે. બંને ગ્રુપમાં 2-2 એવી ટીમ પણ હશે, જેમને ક્વોલિફાયર રાઉન્ડ પાસ કર્યા પછી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો રહેશે.

    વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે થશે. જેના ક્વોલિંફાઇંગ રાઉન્ડને કાઉન્ટ કરીને જોવા જઇએ તો કુલ 45 મેચ આ ટૂર્નામેન્ટમાં રમાશે. જેમાં 12 ક્વોલિફાઇંગ રાઉન્ડની તથા 30 સુપર-12 ટીમ વચ્ચે મેચ રમાશે. આના સિવાય ટૂર્નામેન્ટના નૉકઆઉટ તબક્કામાં 2 સેમીફાઇનલ અને 1 ફાઇનલ મેચનું આયોજન કરાશે.

  • વર્લ્ડ કપમાં આવી રીતે મેચ રમાશે

    • સ્ટાર્ટિંગ રાઉન્ડમાં ક્વોલિફાઇંગ મેચ રમાશે, જેમાં 8 ટીમ વચ્ચે મેચ રમાશે. 4-4 ટીમના 2 ગ્રુપ ક્રિયેટ કરાયા છે.
    • બંને ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-12 સ્ટેજ માટે ક્વોલિફાઇ કરશે.
    • સુપર-12માં 6-6નાં 2 ગ્રુપ બનાવ્યાં છે. એક ટીમ 5 મેચ રમશે.
    • સુપર-12 ગ્રુપ માર્ચ 20, 2021ના રેન્કિગના આધારે નક્કી કરાશે
    • સુપર-12 રાઉન્ડ બાદ બંને ગ્રુપની ટોપ-2 ટીમ સેમી-ફાઇનલમાં પહોંચશે.
    • સેમી-ફાઇનલ પછી બે ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
    • ક્વોલિફાઇ કરવા માટે કુલ 8 ટીમ વચ્ચે જંગ

      • ટૂર્નામેન્ટમાં ક્વોલિફાઇ કરવા માટે કુલ 8 ટીમ ભાગ લેશે. આમાં કુલ 2 ગ્રુપ બનાવાયાં છે.
      • પહેલા ગ્રુપમાં શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામિબિયા છે.
      • બીજા ગ્રુપમાંથી બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પેપુઆ અને ઓમાન રમશે.
      • માત્ર 2009 અને 2010માં IND V/S PAKની મેચ નહોતી રમાઈ
        ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ ICC ટૂર્નામેન્ટની 'એલ ક્લાસિકો' તરીકે ઓળખાય છે. અત્યારસુધી કુલ 6 T-20 વર્લ્ડ કપમાંથી માત્ર 2 વાર (2009 અને 2010)માં ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ રમાઈ નહોતી. 2007 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે ફાઇનલ સહિત 2 મેચ રમાઈ હતી, જ્યારે 2012ના વર્લ્ડ કપમાં બંને ટીમ સુપર-8 રાઉન્ડમાં એકબીજા સાથે ટકરાઈ હતી. 2014 અને 2016માં ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં મેચ થઈ હતી.

        ICC આગામી 48 કલાકમાં T-20 વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કરશે
        ICC 48 કલાકમાં T-20 વર્લ્ડ કપની તમામ મેચનું શિડ્યૂલ જાહેર કરશે. અત્યારે BCCIના અધિકારી UAE અને ઓમાનમાં છે. અહીં તેઓ તમામ સુવિધાઓની ચકાસણી કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ ટીમના ટ્રાન્સપોર્ટેશન અને કોવિડ પ્રોટોકોલ અંગે પણ ચર્ચા કરશે.