નવી જાહેરાત:સરકાર હવે સ્પૂતનિક-Vને પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે, પોલીયો વેક્સિન માટે કામમાં લેવાતી કોલ્ડ ચેન ફેસેલિટીનો ઉપયોગ કરાશે

નવી જાહેરાત:સરકાર હવે સ્પૂતનિક-Vને પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે, પોલીયો વેક્સિન માટે કામમાં લેવાતી કોલ્ડ ચેન ફેસેલિટીનો ઉપયોગ કરાશે

રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-Vને (-18) ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવી જરૂરી છે

દેશમાં કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે લોકોનું ઝડપથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. રસીકરણ કેન્દ્ર પર હાલ કોવીલ્ડ અને કોવેક્સિન જ ઉપલબ્ધ છે. સરકારી રસીકરણ કેન્દ્ર પર ઝડપથી રશિયાની વેક્સિન સ્પૂતનિક-V પણ ફ્રીમાં ઉપલબ્ધ થશે. આ વેક્સિનના સ્ટોરેજ માટે પોલીયો વેક્સિન રાખવા માટે કામમાં લેવાતી કોલ્ડ ચેન ફેસેલિટીનો ઉપયોગ કરવામાં આવશે.

હાલ સ્પૂતનિક-V માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ
કોવિડ-19 કાર્ય સમુહના અધ્યક્ષ ડો.એન કે અરોડાએ જણાવ્યું કે રસીકરણ કેન્દ્રો પર સ્પૂતનિક-V વેક્સિન ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે હાલ સ્પૂતનિક-V માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. અમે તેને અમારા ફ્રી રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ, જોકે તે વેક્સિનના સપ્લાઈ પર આધારિત રહેશે.

રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-Vને (-18) ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવાની હોય છે. અરોડાએ કહ્યું કે પોલીયો વેક્સિન રાખવા માટે કામમાં લેવાતી કોલ્ડ ચેન ફેસેલિટીનો સ્પૂતનિક-V સ્ટોર કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. તેનાથી એ પણ સુનિશ્ચિત થશે કે વેક્સિન દેશના ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચશે.